મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના માં હળવદના ટીકર (રણ)ની સેવાભાવી ટીમે મચ્છુ નદીમાંથી 27 મૃતદેહો કાઢ્યા Morbi bridge collapse in Gujarat
મોરબીમાં ગઈકાલે બનેલી ઝૂલતા પુલની દુર્ઘટનાથી આજે પણ માહોલ ગમગીન ભર્યો છે . આ વિકટ પરિસ્થિતિમાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ સરાહનીય કામગીરી કરી છે . ત્યારે હળવદ તાલુકાના ટીકર ( રણ ) ગામની સેવાભાવી ટીમે મચ્છુ નદીમાંથી 27 જેટલા મૃતદેહો બહાર કાઢ્યા હતા . ટીકર ( રણ ) ની સેવાભાવી ટીમના નીલેશભાઈ એરવાડીયા , ગણેશભાઈ સીતાપરા , ધર્મેન્દ્રભાઈ એરવાડીયા , નરેન્દ્રભાઈ દેથરીયા , ભુપતભાઈ ઠાકોર તેમજ સર્વે સમાજ ટીકરની ટીમે 24 કલાક ખડે પગે રહી કોઈ પણ સાધન સામગ્રી વગર મચ્છુ નદીમાં ડૂબીને મૃત્યુ પામેલા મૃતદેહો કાઢવામાં NDRF ની ટીમ , મોરબી સિરામીક એસોસિએશનના સભ્યો , આર્ટ ઓફ લીવીંગના સેવકો હાર્દિકભાઇ ભાલોડીયા , માલયભાઇ ટીલવા , હિતેશભાઇ , બંસીભાઇ સાથે ખભે ખભો મિલાવી ફૂડપેકેટ , લાઇટ તેમજ તમામ પ્રકારની મદદ કરી માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે .
Comments