Skip to main content

કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન...ફ્રી છો તો શાંતિથી વાંચજો. સુંદર ૧૧ વાતો સમજવા જેવી

 કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન...ફ્રી છો તો શાંતિથી વાંચજો. સુંદર ૧૧ વાતો સમજવા જેવી.



🙏૧ -    ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર,  આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે.



🙏૨ -    નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય, 


🙏૩-બીજો માણસ આપણામા વિશ્વાસ મૂકે એ જ, આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.


🙏૪-    દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને કયારેય સુખી થતો નથી.


*🙏૫ -    માણસાઈ દિલમાં હોય છે, હેસિયતમાં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં.*


🙏૬ -    તમે ગમે તેટલા શતરંજ ના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે.


🙏૭-    પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે અને સબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે.


*🙏૮ -    જીવનમાં સ્વાર્થ પુરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈની રાહ જોતું નથી.*


🙏૯ -    જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે.


🙏૧૦ -    ઈશ્વર જયારે આપે છે, ત્યારે સારું આપે છે અને નથી આપતો ,ત્યારે વધું સારું મેળવવાનો રસ્તો આપે છે, પણ જયારે રાહ જોવડાવે છે...ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.*


*🙏૧૧ -    આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે, પણ આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે...*



 આપશ્રીને જો ઉચિત જણાય તો, અન્યને પણ મોકલજો..........                                             🙏🙏જય શ્રી કૃષ્ણ🙏🙏

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે