વિન્ડોઝ ૭ અને ૮.૧ બંધ થયું, હવે માઇક્રોસોફ્ટ કોઇ અપડેટ નહીં આપે
માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૭ અને વિન્ડોઝ ૮.૧ માટે સપોર્ટ બંધ કરી દીધો છે. એટલે કે હવે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ૭ અને વિન્ડોઝ ૮.૧ માટે કોઇ પણ સિસ્ટમ અપડેટ કે સિક્યોરિટી અપડેટ રજૂ નહીં કરે. માઇક્રોસોફ્ટે પહેલાં જ કહ્યું હતું કે,
૧૦ જાન્યુઆરી, ૨૦૨૩થી વિન્ડોઝ ૭ અને વિન્ડોઝ ૮.૧ની માટે સિક્યોરિટી અપડેટ નહીં આપે અને ટેક્નિકલ અપડેટ પણ રજૂ નહીં કરવામાં આવે. ડેવલપરની માટે WebView૨નો સપોર્ટ પણ ૧૦ જાન્યુઆરીથી બંધ થઇ ગયો છે. જેની મદદ વડે ડેવલપર પોતાની એપને અપડટે કરતા હતા. નોંધનીય છે કે, ગૂગલે પણ ગત વર્ષમાં એક નિવેદન આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, વિન્ડોઝ ૭ અને વિન્ડોઝ ૮.૧ માટે તે ગૂગલ બ્રાઉઝરનો સપોર્ટ પણ બંધ કરી રહ્યો છે.
વિન્ડોઝ ૭ અને વિન્ડોઝ ૮.૧માં ગૂગલ ક્રોમનું નવું વર્ઝન પણ ૭ ફેબ્રુઆરી બાદ સપોર્ટ નહીં કરે. સિક્યોરિટી અપડેટ ન મળવાના કારણે વિન્ડોઝ ૮.૧ અને વિન્ડોઝ ૭ હેકર્સના નિશાના પર રહેશે. ઉપરાંત બગ આવવાની શક્યતાઓ પણ સેવાઇ રહી છે. વર્ષ ૨૦૨૧ના અંત સુધી વિશ્વભરમાં વિન્ડોઝ ૭ની યૂઝર્સ સંખ્યા ૧૦૦ મિલિયન હતી. એવામાં આ તમામ યૂઝર્સે પણ પોતાના વિન્ડોઝ અપડેટ કરવાના રહેશે.
Comments