મેટા એક જગ્યાએથી જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ કંટ્રોલ થશે
સોશિયલ મીડિયા દિગ્ગજ કંપની મેટાએ એક નવી સુવિધા રજૂ કરવાની જાહેરાત કરી છે. કંપની તેની અલગઅલગ સેવાઓની એક્સેસ યૂઝર્સને એકસાથે આપવા માટે તૈયાર છે. એટલે કે જે તે યૂઝર્સ પોતાના પોપ્યુલર પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનાં તમામ સેટિંગ્સ એક જ જગ્યાએથી બદલવાની સુવિધા આપશે .
અને ઘણા મેટા એકાઉન્ટ્સને ઇન્ટરલિંક પણ કરી શકાશે. મેટાએ પોતાના બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, આ તે યૂઝર્સ માટે મદદગાર સાબિત થશે કે જે કંપનીની એક કરતાં પણ વધુ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. વધુમાં મેટાએ એમ પણ જણાવ્યું 09 હતું કે, અંગત માહિતી, પાસવર્ડ અને અન્ય સુરક્ષા તેમજ એડ્સ જેવી પ્રાથમિકતા જેવી વસ્તુઓ સેન્ટ્રલાઇઝ્ડ રાખવામાં આવશે.
માટે જ તે એ લોકો માટે સરળ રહેશે જે અનેક એપ્સનો ઉપયોગ કરે છે. જેમ કે, યૂઝર્સ તે તમામ એકાઉન્ટ્સને એક જ એકાઉન્ટ સેન્ટરમાં જોડીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માટે પોતાની જાહેરાત વિષય પ્રાથમિકતાઓને સરળતાથી સુસંગત બનાવી શકે છે. નવું અપગ્રેડેશન યૂઝર્સ માટે ગત સપ્તાહે જ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
અહીં યૂઝર્સને એક સેન્ટ્રલાઇઝ્ડ સ્પેસ પણ મળશે જ્યાં તે પોતાની અંગત જાણકારી મેનેજ કર્યા બાદ પાસવર્ડ, એકાઉન્ટ સેફ્ટી અને સેટિંગ્સ મેનેજ કરી શકે છે.
Comments