ઇન્સ્ટાગ્રામમાં હોમ ફીડમાં થોડો ઘણો બદલાવ થઈ રહ્યો છે
ફોટો અને વીડિયો શેરિંગ માટે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામનો વિશેષ દબદબો છે . જોકે , એક રિપોર્ટના જણાવ્યા અનુસાર ઇન્સ્ટાગ્રામ હવે પોતાના હોમ ફીડથી શોપિંગ ટેબની સુવિધા બંધ કરવા જઇ રહી છે . જેની જગ્યાએ ‘ ક્રિએટ ન્યૂ પોસ્ટ ’ ટેબને એડ કરવામાં આવશે .
નોંધનીય છે કે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામે ઇન્સ્ટાગ્રામ નોટ્સ , કેન્ડિડ સ્ટોરીઝ , ગ્રૂપ પ્રોફાઇલ જેવાં ઘણાં ફીચર્સ રજૂ કર્યાં હતાં . ઇન્સ્ટાગ્રામમાં બદલાવ ટૂંક સમયમાં અથવા તો આગામી મહિનામાં થઇ શકે છે પણ આ પ્લેટફોર્મથી યૂઝર્સ શોપિંગ કરી શકે છે . ઇન્સ્ટાગ્રામે જણાવ્યું છે કે , યૂઝર્સ હોમ શોપિંગ ટેબની જગ્યાએ એટલે // ( C કે શોર્ટકટ વગર પણ પ્લેટફોર્મ પરથી સરળતાથી શોપિંગ કરી શકે છે . ઉલ્લેખનીય છે કે , ઇન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સને શોપિંગ ટેબ દ્વારા સ્માર્ટફોનથી સ્માર્ટફોન એક્સેસરીઝ સુધી અને બૂટ્સથી લઇને કપડાં ખરીદવા સુધીની સુવિધા પણ આપે છે .
આ સાથે ઇન્સ્ટાગ્રામે અન્ય ફીચર્સ પર ઘણા બદલાવ લાવ્યા છે , જેમાં ક્રિએટ ન્યૂ પોસ્ટ ટેબ પણ સામેલ છે . એટલે કે પ્લેટફોર્મ પર હોમ ફીડમાં મળનારી ટેબની સંખ્યામાં બદલાવ નહીં કરવામાં આવે . ઇન્સ્ટાગ્રામ પર હવે શોપિંગ ટેબની જગ્યાએ નવું ક્રિએટ ન્યૂ પોસ્ટ ટેબ જોવા મળશે . ઇન્સ્ટાગ્રામે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ નોટ્સ , કેન્ડિડ સ્ટોરીઝ , ગ્રૂપ પ્રોફાઈલ , કોલોબરેશન કલેક્શન વગેરેને પણ પ્રસ્તુત કર્યાં છે .
Comments