ChatGPTનામની ડમી એપથી સાવધાની રાખવી જરૂરી...
આજકાલ ઇન્ટરનેટ પર ટ્રેન્ડ્સ કલ્ચર વધુ જોવા મળી રહ્યું છે. જેમ કોઇ વસ્તુ ટ્રેન્ડ થાય છે તેમ ચારેય તરફથી તેની ચર્ચા જોરશોરથી ચાલુ થઇ જાય છે અને તે કારણસર તેનો ઉપયોગ પણ ક્રમશઃ વધતો જાય છે. જોકે, આ દરમિયાન આવા ટ્રેન્ડ પર ઠગોની નજર પણ વધતી જાય છે.
તેથી નવા ટ્રેન્ડ યૂઝર્સે આ બાબતે સાવધાની રાખવી જરૂરી બને છે. હાલમાં ChatGPT ટોક ઓફ ધ ટાઉન છે. નોંધનીય છે કે, ChatGPTએ એક ચેટબોટ (એક સોફ્ટવેર છે જે ઓનલાઇ ન દુનિયામાં માણસોની જેમ જ ચેટ કરે છે) છે જે એક ઈન્ટરેક્ટિવ અને પ્રભાવી રીતે સવાલોના જવાબ આપે છે.
તેથી સૌ કોઇ તેનાથી આકર્ષાયું છે પણ આ ટ્રેન્ડનો ગેરફાયદો ઉપાડનારા વધુ ફૂલ્યાફાલ્યા છે. કેટલાક એપ ડેવલપર્સે ChatGPTના નામથી ડમી એપ બનાવી છે. અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, ChatGPT તમામ માટે એક ફ્રી ટૂ યૂઝ સાઇટ છે અને પ્લે સ્ટોર કે એપ સ્ટોર તેની આધિકારિક એપ નથી. આ તરફ ડેવલપર્સ આ ડમી એપથી અઢળક નાણાં કમાઇ રહ્યા છે.
સાઇબર ઠગો ૪૯.૯૯ ડૉલર માસિક પેક આપની યૂઝર્સને અઢળક ચેટની ઓફર કરે છે, પણ તેને ChatGPT નકલી છે અને તેને અસલી સમજીને ઘણાં યૂઝર્સ પોતાના પૈસા ગુમાવી રહ્યા છે.
Comments