Skip to main content

એક વખત એક માણસ ના ખીસ્સામાં *2000.00* રૂપિયાની નોટ અને *1.00* રૂપિયાનો સિક્કો ભેગા થયા

 એક વખત 

એક માણસ ના ખીસ્સામાં

 *2000.00* 

રૂપિયાની નોટ અને

 *1.00* 

રૂપિયાનો સિક્કો ભેગા થયા


સિક્કો તો અભીભૂત થઇને 

નોટની સામે જોયા જ કરતો હતો


નોટે પુછ્યુ, 


આટલું ધ્યાન પૂર્વક

 શું જુએ છે ?


સિક્કાએ કહ્યુ, 


આપના જેટલા 

મોટા મૂલ્યની 

વ્યક્તિ સાથે

ક્યારેય મૂલાકાત 

થઇ નથી એટલે 

આપને જોવ છું


આપનો જન્મ થયો ત્યારથી 

અત્યાર સુધીમાં

 આપ કેટલું બધુ 

ફર્યા હશો 


આપનું મૂલ્ય 

મારા કરતા 

હજાર ગણું વધારે છે 

એટલે કેટલા લોકોને

 ઉપયોગી થયા હશો ?


નોટે દુ:ખી વદને કહ્યુ, 


ભાઇ, 

તું વિચારે છે 

એવું કંઇ નથી

હું એક 

ઉદ્યોગપતિ ના 

કબજામાં હતી 

એણે મને સાચવીને 

એની તિજોરીમાં રાખેલી

એક વખત મને

 તિજોરીમાં થી 

બહાર કાઢીને

 એણે કરેલા

 ટેકસ ચોરીના 

કૌભાંડને ઢાંકવા માટે 

લાંચ તરીકે 

એક અધિકારીના 

હવાલે કરી


મને એમ થયુ કે

ચાલો જેલમાંથી છુટ્યા 

હવે કોઇના 

ઉપયોગમાં આવીશ 


પણ મારા સપનાઓ

 સપનાઓ જ રહ્યા 

કારણકે અધિકારીએ 

મને એના 

બેંક લોકરમાં

 કેદ કરી દીધી


કેટલાય મહિનાઓ બાદ

 અધિકારીએ 

એક મોટો બંગલો ખરીદ્યો

 એટલે મને 

બેંક લોકરમાંથી 

બહાર નીકળવાની 

તક મળી


જેવી બીલ્ડરના

 હાથમાં આવી કે 

એણે તો કોથળામાં પુરીને

 એક અંધારી જગ્યાએ મુકી દીધી


મારો તો 

શ્વાસ પણ રુંધાતો હતો


હજુ થોડા દિવસ પહેલા જ ત્યાંથી નીકળીને 

આ માણસના 

ખીસ્સામાં પહોંચી છું


ભાઇ સાચુ કહુ તો 

મેં મારી જીંદગી 

જેલમાં જ વિતાવી છે


નોટે પોતાની વાત પુરી કરીને પછી 

સિક્કાને પુછ્યુ


“દોસ્ત, 

તું તો કહે 

તારા જન્મ પછી 

તું કેટલુક ફર્યો ?" 

"કોને કોને મળ્યો ?” 


સિક્કાએ 

હરખાતા હરખાતા કહ્યુ 


*“અરે દોસ્ત,* 

*શું વાત કરુ ?*

*હું તો ખૂબ ફર્યો"*

એક જગ્યાએ થી 

બીજી જગ્યાએ 

અને ત્યાથી વળી 

ત્રીજી જગ્યાએ 

સતત ફરતો જ રહ્યો


ક્યારેક ભીખારી પાસે જઇને 

એને બીસ્કીટ નું 

પેકેટ અપાવ્યું 


તો ક્યારેક 

નાના બાળકના 

હાથમાં જઇને 

એને ચોકલેટ અપાવી


પવિત્ર તીર્થસ્થાનોમાં 

જઇ આવ્યો, 


પવિત્ર નદીઓમાં 

નાહી આવ્યો 


અને 


પ્રભુના ચરણસ્પર્શ

 પણ કરી આવ્યો


ક્યારેક હું આરતીની

 થાળીમાં જઇ આવ્યો 



મને ખૂબ મજા આવે છે 


અને 


જેની જેની પાસે જાવ છું

 એને પણ

 મજા કરાવું છું." 


*સિક્કાની વાત સાંભળીને* 

*નોટની આંખો* 

*ભીની થઇ ગઇ*


*મિત્રો,*


*તમે કેટલા મોટા છો એના કરતા* 

*તમે લોકોને કેટલા ઉપયોગમાં આવ્યા* 

*એ વધુ મહત્વનું છે.* 


*મોટા હોય પણ ઉપયોગમાં ન આવે*

*તો એ નાના જ છે* 

*અને નાના હોય પણ બીજા ને ઉપયોગમાં આવે તો* 

*એ નાના નહી*

*બહુ મોટા છે.*


*🙏મનોજભાઈ. આર. ગલચર🙏*

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે