Skip to main content

આ મેસેજ સમજ પુર્વક 3થી 4 વખત વાચજો હું જયારે જયારે અસમજણ માં હોઉં ત્યારે નિરાતે 5 વખત વાચી ને નિશ્ચિંત થઇ જાઉં છું આપ સૌને આમાં થી સમજ અને બળ મળશે તો મારી જાતને ધન્ય સમજીશ

 આ મેસેજ સમજ પુર્વક 3થી 4 વખત વાચજો હું જયારે જયારે અસમજણ માં હોઉં ત્યારે નિરાતે 5 વખત વાચી ને નિશ્ચિંત થઇ જાઉં છું આપ સૌને આમાં થી સમજ અને બળ મળશે તો મારી જાતને ધન્ય સમજીશ


*શ્રીકૃષ્ણ* ભગવાન ની કથા એમ કહે છે કે તેઓ *જન્મ્યા* પહેલાજ તેમને *મારી નાખવાની* તૈયારી થઇ ગયી હતી.

         પણ તેમાંથી તેઓ *આબાદ* ઉગરી ગયા આગળ તેમના જીવન માં ઘણા *સંકટો* આવ્યા પણ તેઓ *લડતા* રહ્યા કોઈ ને કોઈ *યુક્તિ* કરીને હંમેશા બચતા રહ્યા.


          કોઈ *પ્રસંગ* માં તો તેઓ *રણ* છોડી ભાગી પણ ગયા હતા,


         પણ મારા *જીવન* માં આટલી બધી *તકલીફો* કેમ છે કરી ને તેઓ કોઈ દિવસ પણ કોઈ ને પણ પોતાની *જન્મકુંડળી* બતાવવા નથી ગયા કે એવી કોઈ નોધ મેં નથી વાચી,


           ના કોઈ *ઉપવાસ* કર્યા, ના *ખુલ્લા પગે* ક્યાંય ચાલવા ની *માનતા* કરી, કે કોઈ *માતાજી ના ભુવા* પાસે *દાણા* જોવડાવ્યા,


મારે આ પ્રસંગ યાદ રાખવા જેવો ને વિચારવા જેવો છે.


તેમણે તો *યજ્ઞ* કર્યો તે ફક્ત અને ફક્ત *કર્મોનો*.


યુદ્ધ ના મૈદાન માં જયારે અર્જુને ધનુષ્ય બાણ નીચે નાખી દીધા,


        ત્યારે ભગવાન *શ્રીકુષ્ણ* એ ના તો અર્જુન ના *જન્માક્ષર* જોયા, ના તો તેને કોઈ *દોરો* કે *તાવીજ* તેને આપ્યા,

આ તારું યુદ્ધ છે અને તારેજ કરવાનું છે એમ અર્જુન ને સ્પષ્ટ કહી દીધું,


અર્જુને જયારે ધનુષ્ય નાખી દીધું ત્યારે તે ધનુષ ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી।


       બાકી *શ્રીકુષ્ણ* ભગવાન ખુદ *મહાન યોદ્ધા* હતા.

તેઓ *એકલા હાથે* આખી *કૌરવો ની સેના* ને હરાવી શકે તેમ હતા,પણ ભગવાને *શસ્ત્ર* હાથ માં નહોતું પકડ્યું પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ તેના *સારથી ( માર્ગદર્શક )* બનવા તૈયાર હતા.


         આ રીતે ભગવાન *શ્રીકૃષ્ણ* મને સમજાવે છે કે જો દુનિયા ની તકલીફો માં તું જાતે લડીશ તો હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ.


તારી *તકલીફો* ને હું હળવી કરી નાખીશ અને તને *માર્ગદર્શન* પણ આપીશ,


કદાચ આજ *ગીતા* નો સહુથી સંક્ષિપ્ત *સાર* છે.


જયારે હું પ્રભુ સન્મુખ થાવ ત્યારે ભગવાન ને એટલીજ વિનંતી કરું કે ભગવાન મારી *તકલીફો* થી લડવાની મને *શક્તિ* આપજો,


નહિ કે ભગવાન મારી *તકલીફો* થી *છુટકારો* આપજો,


ભગવાન મારી પાસે *ઉપવાસ* નથી માંગતા,

નહિ કે તું *ચાલતો* આવ કે બીજું કઈ,


ભગવાન માંગે છે તો મારુ *સ્વાર્થ વગર નુ કર્મ*,.... 

માટે મારે *કર્મ* કરતા રહેવું. ‌.                                 *જય શ્રી કૃષ્ણ🙏*

*મનોજભાઈ. આર. ગલચર*

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/