Skip to main content

નારદજી :~ અરે પ્રભુ ! તમારો જન્મદિવસ (જન્માષ્ટમી) નજીકમા છે અને તમે આટલા ઉદાસ કેમ

 *નારદજી :~ અરે પ્રભુ ! તમારો જન્મદિવસ (જન્માષ્ટમી) નજીકમા છે અને તમે આટલા ઉદાસ કેમ ?*


*શ્રીકૃષ્ણ :~ અરે નારદજી ! એની જ તો ચિંતા છે. જન્માષ્ટમીના દિવસે રાત્રે 12વાગ્યે ન્યુઝ ચેનલો ચાલુ કરીને જુઓ તો ખરા, આપને બધુ સમજાઈ જશે.*


*નારદજી :~ એવુ તે શું બતાવે છે ન્યુઝ ચેનલ ?*


*શ્રીકૃષ્ણ :~ મારા જન્મદિવસે "ગોકુળ-મથુરા-વૃન્દાવન" ના મંદિરોમા "દૂધ-દહી-ઘી-મધ" ને શંખમા ભરી-ભરીને મારી નાની અમથી મૂર્તિ પર અભીષેક* *કરવામા આવે છે, અને આ દ્રવ્યો ભેગા થઈ છેવટે ગટરમા જાય છે, અને મંદિરમા પણ દુધની ડેરીમા આવતી હોય એવી દુર્ગંધ આવે છે એ બધુ યાદ આવતા, હુ દુ:ખી-દુ:ખી થઈ જાવ છુ.*


*નારદજી :~ અરે પ્રભુ ! આ તો ભક્તોનો તમારા પ્રત્યેનો પ્રેમ છે*


*શ્રીકૃષ્ણ :~ જો મુનીવર, તમે જ કહો... મારો એક દિકરો મંદીરની બહાર બે-ત્રણ દીવસથી ખાધા-પીધા વગરનો પડ્યો હોય અને બીજો દીકરો મારી મૂર્તી પર આટલો-આટલો અભિષેક કરી, બગાડ કરે તો દુ:ખ તો થાય કે નહી ?*


*નારદજી :~ વાત તો વિચારવા જેવી છે... તો પ્રભુ તમારી શું ઈચ્છા છે ?*


*"શ્રી કૃષ્ણ :~ જેમ શ્રીફળ વધેરી, થોડો ભાગ ભગવાનને ધરી બાકીનો ભાગ પ્રસાદી તરીકે* *વહેચાય છે, તેમ દુધ-દહી-ઘી-મધ માથી એક ચમચી મારી મૂર્તી પર ચડાવી બાકીનુ દ્રવ્ય મારા અશકત દિકરાઓમા પ્રસાદી તરીકે* *વહેચાય એ વધુ ઈચ્છનીય છે.*


*અને બીજુ હુ મારા ભક્તોને એ કહેવા માંગુ છુ.... કે મને દુધ-દહી-માખણ-ઘી વધારે ભાવે છે તો મને એ ખવડાવવાના બદલે એનાથી નવડાવવાનો ? ? તમે કોઈ દિવસ આ દ્રવ્યોથી ન્હાવ છો ખરા ? ? કે તમારા બાળકોને ક્યારેય એનાથી નવડાવ્યા છે ? ?*


*નારદજી :~ પરંતુ પ્રભુ !  આ વાત ભક્તો સુધી પહોચાડવી કઈ રીતે ?*


*શ્રી કૃષ્ણ :~ અરે ! એટલે જ તો આપને યાદ કર્યા છે મુનિવર, સમાચાર ફેલાવવાનું કામ તમારાથી સારી રીતે કોણ કરી શકે ?*


*નારદજી :~ પ્રભુ ! હુ એકલો કેટલી જગ્યાએ પહોચું ? પણ મારી પાસે એક સરસ ઉપાય છે.*


*શ્રી કૃષ્ણ :~ તો વાર ના લગાડો, મુનિવર.... બોલો ફટાફટ*


*નારદજી :~ પૃથ્વીલોકમા "માર્ક ઝુકરબર્ગ" ની બે એપ્લીકેશન* *એટલે કે ફેસબુક અને વોટ્સ-અપ ગ્રુપના માધ્યમથી ભારતના જાગૃત યુવાનો આ સંદેશ ફેલાવી શકે અને બીનજરૂરી બગાડ અટકાવી શકે.*


*શ્રી કૃષ્ણ :~ ખુબ જ સરસ વિચાર છે.*


*નારદજી : ~ સારુ તો મને રજા આપો... નારાયણ !  નારાયણ !*


*સુપ્રભાતમ્*💐🙏🌹

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે