સમુદ્રને કિનારે એક તેજ મોજું આવ્યું તો એક બાળકના ચપ્પલ તેની સાથે લેતું ગયું. બાળક રેતી માં આંગળીથી લખે છે- 'સમુદ્ર ચોર છે
સમુદ્રને કિનારે એક તેજ મોજું આવ્યું તો એક બાળકના ચપ્પલ તેની સાથે લેતું ગયું. બાળક રેતી માં આંગળીથી લખે છે- 'સમુદ્ર ચોર છે'
એજ સમુદ્રના બીજા કિનારે એક માછીમાર ઘણી બધી માછલીઓ પકડે છે અને તે રેતી પર લખે છે- ' સમુદ્ર મારો પાલનહાર છે'
એક યુવક સમુદ્ર માં ડૂબી ને મરી જાય છે.તેની માં રેતી પર લખે છે-'સમુદ્ર હત્યારો છે'
એક બીજા કિનારે એક ગરીબ બુઢ્ઢો વાંકી વળી ગયેલી કમરે રેતીમાં ચાલી રહ્યો હતો.તેને એક છીપમાં એક અણમોલ મોતી મળે છે. તે રેતીમાં લખે છે-' સમુદ્ર બહુ દાની છે'
….અચાનક જ એક મોટું મોજું આવે છે અને બધાએ રેતીમાં લખેલા લખાણો ભૂંસાઈ જાય છે.
મતલબ સમુદ્ર ને કોઈ ફરક નથી પડતો કે લોકો તેના વિશે શું કહે છે.તે તો પોતાની લહેરો સાથે મસ્ત રહે છે.
એટલે જીવનમાં અગર સમુદ્ર જેવા વિશાળ બનવું હોય તો જીવનમાં નિરર્થક બાબતો અને નિરર્થક વાતો પર ધ્યાન ન દો. પોતાનું જોશ, ઉત્સાહ, શૌર્ય, પરાક્રમ અને શાંતિ સમુદ્રની જેમ પોતાની રીતે નક્કી કરો.
લોકો ને તો શું છે, તેમનો મત તો પરિસ્થિતિ પ્રમાણે બદલાતો રહે છે.
આપનો દિવસ મંગલમય રહે.
Comments