હવે ચૂલાની રાખની માગ, કિલોના બે હજાર
એક જમાનામાં ચૂલામાંથી નિકળતી રાખથી વાસણ માંજવાં એ ગરીબ લોકોની નિશાની ગણાતી. જેમની પાસે વાસણ ધોવાના પાવડર ખરીદવાના પૈસા ના હોય રાખ કે માટીથી વાસણ માંજે એવું મનાતું. હવે રાખથી વાસણ માંજવાં એ અમીરીની નિશાની ગણાય છે અને આ રાખ બે હજાર રૂપિયા કિલોના ભાવે વેચાય છે. ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર મસ્ત પેકિંગમાં આ રાખ વેચાય છે ને તેને ખરીદવા માટે પડાપડી થાય છે.
રાખથી વાસણ માંજવાથી વાસણ એકદમ ચોખ્ખાં થાય છે એ વાતનો ધૂમ પ્રચાર થઈ રહ્યો છે. તેના કારણે રાખની માંગ વધી ગઈ છે. રાખના ભાવ જોતાં ભવિષ્યમાં લોકો રાખ મળે એ માટે ઘરમાં ચૂલા પર રાંધતાં થઈ જશે એવું લાગે છે.
Comments