Skip to main content

રિવાજ માં કઈ રીતે ગાડરિયો પ્રવાહ થાય છે તેનું ઉત્તમ દ્રષ્ટાંત.

 

 રિવાજ માં કઈ  રીતે ગાડરિયો પ્રવાહ થાય  છે તેનું ઉત્તમ દ્રષ્ટાંત.


મનુભાઈ મુંબઈથી અમદાવાદ એમના વેવાઈને ત્યાં આવેલા. 


બપોરનું જમવાનું વેવાઈના ઘરે હતું. આસન પાટલા ગોઠવાઈ ગયા.


મનુભાઈ અને વેવાઈ જમવા આસન પર બેઠા.વીણાબેન વેવાણે થાળી પીરસવાની ચાલુ કરી.પાટલા ઉપર થાળી,વાટકી ૨,

ચમચી ૨,ગ્લાસ વિગેરે મુકાઈ ગયું. લાપસી, દૂધપાક, પૂરી, પરવળ નું શાક, દાળ, ભાત, પાપડ, અથાણાં પીરસ્યા. સાથે થાળીમાં લીમડાના ૧૦ દાતણની ઝૂડી પણ મૂકી.


મનુભાઈ આ ૧૦ દાતણની ઝૂડી જોઈ અચરજ પામ્યા. પરંતુ કશું બોલ્યા નહીં.

મનુભાઈ દાતણની ઝૂડી બાજુ પર મૂકી જમવાનું ચાલું કર્યું.જમીને હાથ ધોઈ સોફામાં બેઠા. મુખવાસ ખાધો.સમાજની વાતો કરી. 

પછી શાંતિ થી વેવાઈ ને પૂછ્યું, વેવાઈ આ જમવાની થાળીમાં લીમડાના ૧૦ દાતણની ઝૂડી મૂકવાનું શું કારણ?


વેવાઈએ વિસ્તારથી જવાબ આપ્યો કે "મનુલાલ હું એકવાર અમારા સાઢુભાઈ સુમતિલાલને ત્યાં ગયો હતો, હું એમના ત્યાં જમવા બેઠો તો મારી થાળીમાં બાવળના  ૯ દાતણ મૂક્યાં.એટલે મેં અહીં એક દાતણ વધારે એટલે ૧૦ દાતણની ઝૂડી મૂકી".


મનુભાઈને આમાં રસ પડ્યો તો તમે વેવાઈ તમારા સાઢુભાઈને પૂછ્યું નહિ કે આ ૯ દાતણ શાના મૂક્યાં. વેવાઈ કહે, મનુભાઈ મેં તો કંઈ પૂછ્યું નહિ. 


મનુભાઈને તાલાવેલી થઈ કે સાલું આ તો અચરજ કહેવાય. આનું રહસ્ય તો જાણવું જ પડશે. મનુભાઈ અને વેવાઈ બંને સુમતિલાલના ઘરે ગયા. ૯ દાતણ વિશે પૂછ્યું, સુમતિલાલ કહે હું મારા બનેવી બાબુલાલને ત્યાં જમવા ગયો હતો ત્યાં ૮ દાતણ મૂક્યાં હતાં. તેથી મેં એક દાતણ વધારી ૯ મૂક્યાં. 


મનુભાઈને તાલાવેલી વધવા લાગી. 

૮ દાતણ મૂક્યાં હતાં તે ઘેર,

૭ દાતણ મૂક્યાં હતાં તે ઘરે, 

૬ દાતણ મૂક્યાં હતાં ત્યાં,

એમ ૫, ૪, ૩ દાતણ મૂક્યાં હતાં તે તમામ ઘરે ગયા,પણ આનું રહસ્ય ઉકેલાયુ નહીં. 


છેલ્લે જેણે ૨ દાતણ થાળીમાં મૂક્યાં હતા, તે રમણીકભાઇ ના ઘરે ગયા. તેમણે કહ્યું, "જુઓ ભાઈ હું એકવાર ગામડે ગયો હતો, અમારા એક સગા વિધવા માજી રહે. સંતાનમાં એક દીકરી , તે પણ પરણાવી દીધેલી. માજી ઘરમાં એકલા બિચારા. હું એમના ઘરે જમવા બેઠો, તો મારી થાળી માં ૧ દાતણ મૂક્યું, મેં તો કંઈ માજીને દાતણ વિશે પૂછ્યું નહીં. 


મનુલાલને હજુ રહસ્ય મળતું નથી. મનુભાઈ પેલા વિધવા માજીનું સરનામું લઈ ને એમના ઘરે પહોંચ્યા. માજીએ આવકારો આપ્યો. માજીના ખબર અંતર પૂછ્યા, અને પછી હળવેકથી માજીને પૂછ્યું, "માજી રમણીકભાઇ આપને ત્યાં એકવાર જમવા આવ્યા હતા, ત્યારે આપે સારી રીતે જમાડ્યા હતા, અને થાળીમાં ૧ લીમડાનું દાતણ મૂક્યું હતું, તો લીમડાનું દાતણ મૂકવાનું કારણ શું?"


માજી એ કહ્યું, "જુવો મનુલાલ, ભાઈ હું ઘરમાં એકલી, દીકરી સાસરે રહે. તે દીવસે રમણીકભાઇ આવ્યા ત્યારે શીરો, પૂરી, શાક, દાળભાત બનાવેલા, હવે દાળ વાટકીમાં હલાવવા મારા ઘરમાં ચમચી નહિ, એટલ મેં લીમડાનું દાતણ દાળ હલાવવા મૂક્યું હતું........."


મનુભાઈને લીમડા ના દાતણનું રહસ્ય મળી ગયું. 


જોયું ને !!😂😂😂


દરેક જગ્યાએ , કંઈ પણ નવું કે નકલ કરતા પ્હેલા શાંતિથી વિચાર જરૂર કરવો.


રિવાજ છે એટલે કરવું ... એમ નહીં.


બધું આંધળે બહેરું કુટાય છે, માજી ના ઘરમાં ચમચી ન હતી એટલે લીમડાનું દાતણ મૂકતા હતા. દરેક રિવાજ જે તે સમયની માંગ, સંજોગો, જે તે સમાજની શક્તિ અનુસાર અને વ્યક્તિની સવલત અનુસાર ઘડાયેલ હોય છે. એનું અનુકરણના હોય કે સ્પર્ધા પણ ના હોય. 


દરેક સમાજમાં આમને આમ જ અમુક રીવાજોમાં ગાડરિયો પ્રવાહ કે આંધળે બેરુ કૂટાય એવો પ્રવાહ ચાલે છે.


Comments