🚩 જય શ્રી કૃષ્ણ. 🚩
Senior Citizens
-------------------------
સીનીયર સીટીઝન તો તેને રે કહીયે, જે મોજ પોતાની માણે. રે... !!
ખાઈ પીઈ ને જલશા કરે, બીક કદી ન રાખે રે ... !!
ભલે રહ્યા દિવસો થોડા, એની ગણતરી ન માંડે રે ... !!
પૈસો પોતાનો પાસે રાખે, કોઈની આશા ન રાખે રે ...!!
હિંમત હૈયે હરદમ રાખે, હરી ભરોસે હાલે રે ...!!
અભિમાની ને અળગા રાખે, નફફટ થી ન નાતો રે....!!
સકળલોકમા સહુથી ચેતે, ચાલે પોતાની રીતે રે... !!
અપલક્ષણા ને આઘા રાખે, લોભી લાલચી ને ટાળે રે ... !!
નહીં કદી ઈ કોઈનું અપમાન કરે, મસ્કો કોઈને ન મારે રે ...!!
મોહ માયા ને આઘા રાખે, જંતર મંતર ટાળે રે ... !!
બકતા ઠગતા નો સંગ ન રાખે, વાતો માં ન આવે એની રે ...!!
સીનીયર સીટીઝન તેને કહીયે, જે મોજ પોતાની માણે રે .. !!
આજે "National Senior Citizens Day" નિમિત્તે તમામ સીનીયર સીટીઝન ને સમર્પિત.
... **********
Comments