પોતાના ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામને કોણ વેરિફાઇ કરવાનું નહીં ઇચ્છે? પરંતુ સૌ કોઇને તો બ્લુ ટીક મળતી નથી. કારણ કે એકાઉન્ટ વેરિફિકેશનની ઘણીબધી શરતો હોય છે જેને યૂઝર્સ પૂરી કરી શકતો નથી અને તેથી જ રિક્વેસ્ટ રિજેક્ટ થઇ જતી હોય છે. એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ઇન્સ્ટાગ્રામ પણ ટ્વિટરની જેમ યૂઝર્સને વેરિફિકેશન માટે પૈસા લેશે.
રિવર્સ એન્જિનિયર એલસેન્ડ્રો પાલુજીએ એક એવો કોડ શોધ્યો છે જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એક પેડ વેરિફિકેશન ફિચર પર કામ કરી રહ્યું છે. આ માટે કંપની તરફથી કોઇ ઓફિશિયલી જાણકારી આપી નથી પણ જે કોડ સામે આવ્યા છે તે IGNME_PAID BLUE_BADGE IDV' FB NME_PAID_BLE_BADGE_IDV' પ્રમાણેના છે.
સામાન્ય રીતે આ કોડ આઇ ડેન્ટિ વેરિફિકેશન બેઝ્ડ હોય છે અને આ સંદર્ભને લઇને એવું અનુમાન લગાવવામાં આવે છે કે આ સર્વિસ કેટલીક હદે ટ્વિટરના પેડ વેરિફિકેશનની જેમ જ હોઇ શકે છે. ટ્વિટર બ્લુ ટીક સબસ્ક્રિપ્શન માટે પ્રતિ માસ અંદાજીત ૮ ડૉલર લે છે. જેમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બીજા કેટલાક દેશોમાં વેરિફાઇડ બેઝ મળે છે.
Comments