શ્રીહરિ વારાહભગવાન શ્રી હરિ વિષ્ણુનો ત્રીજો અવતાર
જ્યા જગતના કલ્યાણ માટે લીલાધારી ભગવાન અનેક અવતાર ધારણ કરે
રે પૃથ્વી પર અધર્મ અને અત્યાચારનો અંધકાર છવાઈ જાય છે ત્યારે અધર્મનો નાશ કરવા અને ધર્મની પુનઃસ્થાપના કરવા માટે યુગે યુગે ભગવાન અવતાર લે છે. વારાહ અવતાર ભગવાન વિષ્ણુનો જ એક અવતાર છે. ભગવાન આ અવતારમાં પણ પાપીઓનો નાશ કરીને ધર્મની રક્ષા કરે છે. વારાહ જયંતીના અવસર પર ભક્તો વ્રત, ઉપવાસ, ભજન વગેરે કરે છે.
છે. ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર વારાહ ભગવાનની પૂજા મહા સુદ દ્વાદશીને દિવસે કરવામાં આવે છે, જે વારાહ દ્વાદશીના નામે ઓળખાય છે. વારાહ ભગવાનનું આ વ્રત સુખસંપત્તિ અને કલ્યાણકારક છે. કહેવાય છે કે, જે શ્રદ્ધાળુ ભગવાન વારાહના નામથી મહા સુદ દ્વાદશીના દિવસે વ્રત રાખે છે તેમનું સૂતેલું ભાગ્ય જાગી જાય છે. વારાહ જયંતીની કથા
હિર સ્થાન અને હિરણ્યકશિપુએ જ્યારે દિતિના ગર્ભથી જોડિયાં બાળકોના
રૂપમાં જન્મ લીધો ત્યારે પૃથ્વી ધ્રૂજી ઊઠી. આકાશમાં નક્ષત્ર ડોલવા લાગ્યાં,
સમુદ્રમાં ઊંચી લહેરો ઊઠવા માંડી, એવું લાગ્યું કે જાણે પ્રલય આવી ગી
હોય. આ બંને દૈત્યો
જન્મ બાદ તરત જ
મોટા થઈ ગયા. તેમનું
શરીર વજ્ર જેવું કઠોર
અને વિશાળ ધ ગયું. તેઓ સંસારમાં અજેય અને અમરત્વનું વરદાન મેળવવા ઈચ્છતા હતા, તેથી તેમણે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી. તેમની કઠોર તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન મેળવ્યાં. આ વરદાન મેળવીને તો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ વધુ ઉદ્દેડ અને નિરંકુશ બની ગયા. ત્રર્ણય લોકમાં સિદ્ધિ મેળવવા માટે તેઓ લોકો પર અત્યાચાર કરવા લાગ્યા અને ત્રણેય લોકને જીતવા નીકળી પડ્યા. તેઓ ઈન્દ્રલોકમાં પહોંચ્યા અને સમગ્ર ઈન્દ્રલોક પર હિરણ્યાક્ષે પોતાનો અધિકાર જમાવ્યો. પછી તે વરુણની રાજધાની વિભાવરી નગરી પહોંચ્યા અને તેમને યુદ્ધ માટે લલકાર્યા. હિરણ્યાક્ષનાં વચન સાંભળીને વરુણ ભગવાન ક્રોધે ભરાયા, પરંતુ ક્રોધ પર સંયમ રાખીને તેમણે કહ્યું કે, ‘બની શકે કે તમે મહાન યોદ્ધા હો, પણ ભગવાન વિષ્ણુથી મહાન ત્રણેય લોકમાં કોઈ નથી, તેથી તમારી સાથે યુદ્ધ માત્ર વિષ્ણુ ભગવાન જ કરી શકે.’તેમની આ વાત સાંભળીને હિરણ્યાક્ષ વધુ ક્રોધિત થયો અને વિષ્ણુ ભગવાનની શોધમાં નીકળી પો. દેવર્ષિ નારદને ઋણ હતી કે ભગવાન વિષ્ણુએ પૃથ્વીને રસાતળમાંથી કાઢવા માટે વારાહ અવતાર ધારણ કર્યો છે. નારદજી પાસેથી આ સમાચાર મેળવીને હિરણ્યાક્ષ સમુદ્રની નીચે રસાતળમાં જઈ પહોંચ્યો. તેમણે જોયું કે વારાહ ભગવાન દાંતોથી પૃથ્વીને ઉપાડીને જોઈ રહ્યા છે. હિરણ્યાક્ષે વારાહ ભગવાનને અસભ્ય વાણીથી પૃથ્વીને લઈ જતાં રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભગવાન આ વાતને અવગણીને પૃથ્વીને લઈને આગળ વધે છે. હિરણ્યાક્ષ વારાહ ભગવાનનો પીછો નથી છોડતો. તે તેમને પાપી કહે છે, પરંતુ ભગવાન પૃથ્વીને રસાતળમાંશ્રી કાઢીને સુરક્ષિત સ્થાને સ્થાપિત કરી દે છે. હિરણ્યાક્ષ હાથમાં ગદા લઈને તેમના પર પ્રહાર કરે છે. ભગવાન ગદાને દૂર ફેંકી દે છે. હિરણ્યાક્ષ ત્રિશૂલ લઈને મારવાનો પ્રયાસ કરે છે. વારાહ ભગવાન સુદર્શન દ્વારા તે ત્રિશૂલના ટુકડા કરી દે છે. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને અંતે વારાહ ભગવાનના હાથે હિરણ્યાક્ષનું મોત થાય છે. તેની સાથે અધર્મ ને
અત્યાચારના એક અધ્યાયનો પણ અંત આવે
Comments