વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ની હાર્દિક શુભકામનાઓ 🌺🙏🙏
જય જય ગરવી ગુજરાત 🙏🙏
મા જેવી મીઠી આપણી ભાષા ગુજરાતી
હ્રદય ગંગા પાવન વહેતી ભાષા ગુજરાતી.
ગાંધી, સરદારની આત્મવાણી ગુજરાતી
નર્મદ,કલાપી,મકરંદ ગુંજારવ ગુજરાતી.
સાવજ ત્રાડ ગર્જતો ગિરનાર ગુજરાતી
નરસિંહ નાદ સ્વર્ગ પહોંચ્યો ગુજરાતી.
મીરાં,ગંગાસતી અલખ આરાધ ગુજરાતી
દ્વારિકા ખુલ્યા દ્વાર મળ્યા હરિ ગુજરાતી.
- ભરતસિંહ જેઠવા
Comments