બીજાનો ગુસ્સો બાળક ઉપર ન ઉતારશો
સ્ત્રીઓમાં એક આદત સૌથી કોમન હોય છે, ઘરમાં કોઇ સમસ્યા થઇ હોય અને એવે સમયે જો બાળક હડફેટે આવી જાય તો લગભગ બધો જ ગુસ્સો બાળક ઉપર ઉતરી જતો હોય છે. મોટાભાગની સ્ત્રી આવું જ કરતી હોય છે, બીજાનો ગુસ્સો પોતાના બાળકને ખૂબ વઢીને કે મારીને તે એની ઉપર ઉતારતી હોય છે. પછી ભલે તેને અઢળક પસ્તાવો થાય પણ પહેલાં તે એક્શન તો લઇ જ લે છે.આવું ન કરવું. આમ કરવાથી બાળ માનસ ઉપર ખરાબ અસર પડી શકે છે.
તમે ગુસ્સે હોવ કે દુઃખી હોવ ત્યારે જ બાળક તોફાન કરતું હોય તો તેનાથી દૂર રહો, અથવા તો બે મિનિટ માટે મનને શાંત કરીને વિચારી જુઓ, ખરેખર તમે તમારા બાળક ઉપર હાથ ઉઠાવવા માગો છો? જે બાળક તમારી હાલત વિશે અજાણ છે, જેની અંદર એટલી સમજણ જ શું નથી એની ઉપર બીજાંનો ગુસ્સો ઉતારવાનો શું મતબલ ?
બાળક શું કહેવા માંગે છે તે સમજો તમારું બાળક ખૂબ તોફાન કરી રહ્યું છે, અથવા તો અનેક સવાલો કરી રહ્યું છે,
તમારું ધ્યાન આકર્ષિત કરવા કારનામાઓ કરી રહ્યું છે તો એ ખરેખર કેમ એમ કરી રહ્યું છે તે જાણવા પ્રયત્ન કરો. ઘણીવાર તમે માર્ક કર્યું હશે કે તમે કોઇ સાથે ફોન ઉપર વાત કરતાં હોવ અથવા તો ફોનમાં વ્યસ્ત હોવ ત્યારે બાળકો વધારે પડતાં જ તોફાન કરવા લાગે, આ સમયે આપણને ગુસ્સો આવે પણ એ ખરેખર તમારું ધ્યાન પોતાની તરફ આકર્ષવા એમ કરી રહ્યું હોય છે,
એ સમયે એના ઉપર ગુસ્સે થવાને બદલે એને સમજવા પ્રયત્ન કરો, એની વાત જાણો, એ શું કહેવા કે કરવા માંગે છે એ જાણી એને મારવાને બદલે એના પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયત્ન કરો. અંતે માત્ર એટલું જ કે તમારા બાળકને જેટલું બાળક સાથે → પ્રેમથી કામ લેશો એટલું જ જલદી તમારું કામ થશે.
બાળકો તમારા પ્રેમના ભૂખ્યાં હોય છે. એને વગર સમજ્યે મારવાને બદલે કે ગુસ્સો કરવાને બદલે તેને સમજાવવાનો પ્રયત્ન કરવો. તેને પ્રેમથી વારો, જેટલું પ્રેમથી સમજાવવા પ્રયત્ન કરશો એટલી જ બાળકના મનની વાત જાણી શકશો. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ઘરનું વાતાવરણ તંગ હોય ઘરમાં ઝગડો ચાલતો હોય ત્યારે બાળક વધારે તોફાને ચડતું હોય છે, માટે એની સામે ઝગડો ટાળો.
Comments