Skip to main content

મહા પવિત્ર નદી નર્મદા કિનારે કંજેઠા ગામથી બે કિ.મી. દૂર તા. સિનોર જિ. વડોદરા ખાતે સ્વામી ભાસ્કરાનંદજીનો ‘રામબાગ’ આશ્રમ ની‌ મુલાકાત:જયંતિભાઈ આહીર

  મહા પવિત્ર નદી નર્મદા કિનારે કંજેઠા ગામથી બે કિ.મી. દૂર તા. સિનોર જિ. વડોદરા ખાતે સ્વામી ભાસ્કરાનંદજીનો ‘રામબાગ’ આશ્રમ ની‌ મુલાકાત:જયંતિભાઈ આહીર




લેખક:જયંતિભાઈ આહીર 

આપણે ત્યાં ધર્મ એટલે બાહ્ય દેખાવ. પણ મારે મન તો આચાર, વિચાર, વાણી અને વર્તનની પવિત્રતા એજ ધર્મ. ‘ધર્મ બીન મનુષ્ય પશુ સમાન’ હકીકતમાં ધર્મને બાહ્ય આડંબર સાથે કંઇ લેવાદેવા નથી. મહાભારતના શાંતિપર્વમાં ભીષ્મ પિતામહે ધર્મ શબ્દનો અર્થ ધારણ કરવું, સાંભળી રાખવું કે સાંધી દેવું એવો દર્શાવતા સૌને સાવધ રાખી સમાન કાર્યથી એકબીજાને જોડી રાખે તે ધર્મ. એ સાથે જે કાર્યથી સૌનું કલ્યાણ કરે અને કોઇપણ પ્રાણીને દુઃખ કે હાની ન પહોંચાડે તે સાચો ધર્મ. મન, વચન અને કાયા થકી જગતનું કલ્યાણ કરનારો સનાતન ધર્મ છે. જે જ્ઞાન, ભક્તિ અને નિષ્કામ કર્મથી માણસમાં રહેલી રાક્ષસી વૃત્તિઓનો નાશ કરતા પોતાની સાથે સમગ્ર સૃષ્ટિની ઉન્નતીનો માર્ગ બતાવે છે, તે સનાતન ધર્મ સાધકમાં સત્ય સ્વરુપ, શુદ્ધ સાત્વિક અને પવિત્ર વૃત્તિઓ ઉજાગર કરે છે.  

આપણે ઇશ્વરને બહાર શોધીએ છીએ પણ સનાતન ધર્મ તો આત્માને જ પરમાત્મા સ્વરૂપ કહે છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ થકી આત્મસ્થ થઇ સ્વચેતનને જાગ્રત કરવાની અવસ્થા એજ સનાતન ધર્મ. અને તેથી જ સનાતન ધર્મને ત્રિમાર્ગ ગામી કહ્યો છે. મનુષ્ય રાગ, દ્વેષ અને અહંકાર મૂકી જ્ઞાન, ભક્તિ અને કર્મ માર્ગે આગળ વધી મનુષ્યત્વ પામે તે સનાતન માર્ગ. જેની આત્મશુદ્ધિ થઇ હોય તેજ મનુષ્યત્વ પામે અને મનુષ્યત્વ પ્રાપ્ત કરનાર સરળતાથી પરમાત્માનું એકત્વ પામે છે. અને જે પ્રભુમય હોય તે દ્વૈતમાંથી સહજ રીતે અદ્વૈતને પામે. હકીકતમાં સનાતન ધર્મના આ મૂળ પાયાના સિદ્ધાંતોની આજકાલના કોઇ સંપ્રદાય વાત કરે છે ખરા ? સંપ્રદાયો તો પોતાના સ્થાપકો અને તેની ગુરુ પરંપરાના મહિમા મંડનમાં લાગેલા હોય છે. તેથી જ્યાં ત્રિમાર્ગ સિદ્ધાંતની વાત ન હોય ત્યાં સનાતન ધર્મ ક્યાંથી હોય ?  

હિંદુ શાસ્ત્રોમાં જેના દર્શન માત્રથી પાપમુક્ત થઇ જવાય તેવી મહા પવિત્ર નદી નર્મદા કિનારે કંજેઠા ગામથી બે કિ.મી. દૂર તા. સિનોર જિ. વડોદરા ખાતે સ્વામી ભાસ્કરાનંદજીનો ‘રામબાગ’ આશ્રમ આવેલો છે. નર્મદાનો દરેક કંકર શંકર તરીકે પૂજાય છે, તેથી નર્મદા નદી નર્મદેશ્વર મહાદેવના રૂપે પૂજાય છે. નર્મદાનો અર્થ ક્યારેય મરતું નથી એવો થાય છે. વાલ્મીકિ રામાયણ, મહાભારત, શ્રીમદ્દ ભાગવત્, સ્કંદપુરાણ, અમરકોશ, કવિ કાલીદાસના મેઘદૂત અને રઘુવંશ વગેરે શાસ્ત્રોમાં નર્મદા મૈયાનો ઉલ્લેખ જોવા મળે છે. શાસ્ત્રોમાં સોમોદભવા, સોમપ્રભવા, રેવા વગેરે નામે નર્મદા મૈયાના ઉલ્લેખો થયા છે. ગુરુ ગોવિંદ ભગવત્પાદજી પાસેથી આદી શંકરાચાર્યે નર્મદા કિનારે દિક્ષા લીધી હતી. નર્મદાના પ્રવાહમાં કુદરતી પ્રક્રીયાથી પથ્થરો ઘસાતા શીવલીંગ આકાર પામે છે, જેને બનાસ કહે છે. દક્ષિણ ભારતના રાજા રાજરાજા ચોલાએ તાંજોર, તામિલનાડુમાં બંધાવેલ શ્રીબૃહદેશ્વર મંદીરમાં સૌથી મોટા બનાસ શીવલીંગની સ્થાપના કરેલી હોવાનું કહેવાય છે.





મહા પવિત્ર નર્મદા કિનારે સ્વામી ભાસ્કરાનંદજી સનાતન ધર્મનો ધૂણો ધખાવીને બેઠા છે. જોકે આપણા શાસ્ત્રો સાધુના કૂળ કે મૂળમાં જવાની ના પાડે છે. પણ આ કળી કાળમાં હરિભજન સાથે બીજા જીવોના કલ્યાણની ચિંતા કરનારા સાધુઓ ભાગ્યે જોવા મળે. મૂળ ભાવનગર જિલ્લાના તણસા ગામના ધાર્મિક મા-બાપના સંસ્કારોથી રંગાયેલા ભરતભાઇ પંચોલી એક અલગારી આત્મા. સંસારમાં રહી વિરક્ત જીવન જીવતા ભરતભાઇ પંચોલીએ સાંસારિક જવાબદારીઓ પ્રમાણિકતાથી પૂર્ણ કરી ભગવો ભેખ ધારણ કર્યો. અને સંન્યાસી તરીકે સ્વામી ભાસ્કરાનંદ નામ ધારણ કરતા એકાંતમાં રહી હરિભજન થઇ શકે તેવા ઇરાદાથી નર્મદાના કિનારે ‘રામબાગ’ નામે આશ્રમ સ્થાપ્યો. નર્મદા મૈયાની પ્રાકૃતિક ગોદમાં પ્રસિદ્ધ શ્રીભંડારેશ્વર મહાદેવ તિર્થસ્થાનની બાજુમાં આવેલા ’રામબાગ’ની 25થી 27 ફેબ્રુ. 2023ની મારી મુલાકાત ખરેખર આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ આનંદદાયી રહી.



સ્વામી ભાસ્કરાનંદનો આશ્રમ ‘રામબાગ’ કોઈ સંપ્રદાયના જડ નિયમોથી બંધાયેલો ન હોય અહીં નાથ સંપ્રદાય, સ્વાધ્યાય પરિવાર, આર્ય સમાજ, ગાયત્રી પરિવાર તેમજ રામ-કૃષ્ણ મિશન વગેરે સંપ્રદાયના સાધકો એકાંતમાં નામ-સ્મરણ, હરિભજન, સત્સંગમાં મોકળાશ માણે છે, તે ભાગ્યે જ કોઇ આશ્રમમાં જોવા મળે. સ્વામી ભાસ્કરાનંદજી સંપ્રદાયોના વાડાના ભેદો ભૂલી સનાતન ધર્મની મૂળ ધારાને આધાર માનતા જિજ્ઞાસુ (જ્ઞાન પિપાસુ)ઓને આવકારે છે. અને સાધકને હરિભજન સાથે સત્સંગ અને એકાંતમાં નામજાપ અને ધ્યાનની જે વ્યવસ્થા પૂરી પાડે છે, તે ખરેખર અદ્ભૂત છે. રામબાગમાં આઠથી દસ સાધકો માટે સીમીત વ્યવસ્થા છે, તેથી સાધકે સ્વામી ભાસ્કરાનંદજીનો અગાઉ સંપર્ક કરવાનો રહે છે, સાધક નર્મદા કિનારે એકાંતમાં હરિભજન કરી શકે તેવા ઉમદા ભાવ સાથે રામબાગમાં રહેવા-જમવાની પણ સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. 







નર્મદા મૈયાની ગોદ અને પક્ષીઓના કલરવ વચ્ચે એકાંતમાં હરિ ભજન, સત્સંગ, નામજાપ અને ધ્યાન માટે ‘રામબાગ’ ખરેખર ઉત્તમ સાધના સ્થળ છે.

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજના બનાવી   આમ એક વખત  મો

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે