૪૫ની ઉંમર પછી જો સુખી રહેવુ હોય તો
મૂર્ખ સામે મૌન ધારણ કરવું. જ્ઞાનીને ખૂબજ આદરપૂર્વક જાગરૂકતાથી સ્વીકારી આપણને જે પ્રાપ્ત થયું છે તેને યથાયોગ્ય સાંભળવા. બાકી સર્વેને ફક્ત ગરિમાપૂર્ણ સ્મિત આપવું. ગણવું, કોઈનામાં દખલ કરવી નહીં અને કોઈને આપણી સ્વતંત્રતામાં દખલ કરવા દેવી નહીં. કોઈ પણ સંકોચ વગર સ્મિત સાથે પ્રણામ, આભાર ત્થા સોરી શબ્દનો ઉપયોગ કરવો.
લોકો આપણા માટે શું ધારશે તેની ચિંતા છોડી દેવી. કોઈના આદર કે માનપાન પામવાની મથામણમાં પણ પડવું. નહીં. સફળ વ્યક્તિ ઇર્ષા નોતરે છે અને નિષ્ફળ વ્યક્તિ ટીકા તથા મજાક નોતરે છે. માટે સામાજિક પ્રમાણપત્રોને તકલાદી ગણવા. શરીર, સમય, સંપતિ અને સંબંધો અલ્પકાલીન છે,
પૈસા, સમાજ અને કુટુંબથી પણ વિશેષ મૂલ્યવાન આપણું શેષ જીવન છે. આ સમય જ આપણા જીવનની અંતિમ ઈમપ્રિન્ટ તૈયાર કરશે. માટે આપણી કાર્યશીલતા, તંદુરસ્તી, શોખ, વૈચારિક, આધ્યાત્મિક અને આંતરીક શક્તિને ઉચ્ચ સ્તરે વિકસિત કરવા માટે અધિક સમય આપવો. અકારણ બિચારાપણુ વ્યક્ત કરવું નહીં. ટીકા ટિપ્પણીથી દુર રહેવુ. કુદરત પર અતૂટ વિશ્વાસ રાખી ફકત દ્રષ્ટાભાવે પરમ આનંદ અને શાંતિની પૂર્ણ અનુભૂતિ કરવી.
Comments