Skip to main content

મોંઘવારીમાં થોડું વિચારીએ

 મોંઘવારીમાં થોડું વિચારીએ


આજે ગેસ- કેરોસીન- શાકભાજી વગેરે મોંઘા થયા છે, જેનાથી જનતા ત્રાસી ગઈ છે. મોંઘવારીનો દર ધીમે ધીમે આગળ વધતો જાય છે. છતાં જીવીએ છીએ તે મહત્ત્વનું છે. જોકે મોંઘવારીની રાડ પાડવી વાજબી છે. સરકારે આ અંગે પગલાં લેવાં જોઈએ. પણ આ અંગે આપણો પણ થોડો દોષ છે. આપણી જીવનશૈલીના કારણે આપણી મુશ્કેલી વધી છે. આ અંગેના થોડા પ્રશ્નો વિચારીએ તો જવાબ મળી જશે.

( ૧) વારંવાર બહારનું ફાસ્ટ ફૂડ ખાવું ગમે છે. (૨) દરરોજ નવાં કપડાં પહેરવા જોઈએ છે. (૩) વર્ષમાં ૩ થી ૪ જોડની સામે ૧૫ થી ૨૦ જોડ કપડાની જરૂરિયાત ઊભી થઈ છે. 

(૪) ઘરના દરેક સભ્યોને મોબાઈલની જરૂરત છે.

( ૫) દરેક રૂમોમાં ટી.વી.ની જરૂર છે.

( ૬) સાડીઓનો ત્યાગ કરી મોંઘામાં મોંઘા ડ્રેસો પહેરવાનું શરૂ થયું.

( ૭) ગેસનો ભરપૂર ઉપયોગ વધ્યો.

( ૮) બારે માસ ગરમ પાણીથી નહાવાનો શોખ થયો.

 (૯) દાંત સાફ કરવા હળદર + મીઠા સિવાય કોઈ દવા નથી, છતાં પણ મોંઘામાં મોંઘી પેસ્ટ વાપરવાનું શરૂ થયું.

( ૧૦) ચણાના લોટથી વિશેષ કોઈ સાબુ નથી, તેની સામે મોંઘામાં મોંઘા સિન્થેટિક સાબુનો ઉપયોગ વધ્યો. 

(૧૧) સિન્થેટિક તથા સુગંધિત સાબુથી શરીરનો કલર કાળો પડે છે. 

(૧૨) સામાન્ય બીમારીમાં પણ એમ.ડી. જેવા ડૉકટર પાસે જવાનો આગ્રહ રાખવામાં આવે છે.

 (૧૩) દરરોજની ફક્ત ૧૦ મિનિટની કસરત કરવાનો સમય નથી ફાળવી શકતા. 

(૧૪) ફેશનને હિસાબે જિમમાં અથવા જિમખાનાનો ઉપયોગ વધ્યો.


જો ઉપરોકત મુદ્દાઓમાંથી ૫ થી ૬ મુદ્દાનો અમલ કરવામાં આવશે તો બચત થશે અને ગમે તેવી મોંઘવારીમાં સરળતા રહેશે.


– ખેતસી વી. મૈઠીયા સત્યમ, ક્રીષ્નનગર, દેવ એપાર્ટમેન્ટ સામે, વેરાવળ-362265

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજના બનાવી   આમ એક વખત  મો

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે