આજે વિશ્વ મહિલા દિવસની સર્વે મહિલાઓને શુભેચ્છાઓ
પુત્રી, મિત્ર, બહેન,માતા, પુત્રવધુ, અને સૌથી મહત્વની જગ્યા પત્ની.
એક સાથે બધા રોલ ભજવવાના અને પરિવારને જોડીને રાખવાનો.
કોઈ કલાકારને પૂછો તો ખબર પડે કે એક જ વ્યક્તિ એ એક જ નાટક/મુવી મા જો એક કરતા વધારે રોલ ભજવવાના હોય તો કેટલી મુશ્કેલી પડે અને છતાંયે એકાદ રોલને 100% ન્યાય આપી શકાતો નથી.
આજે પુરૂષ સમોવડી કરતા એકબીજાના પૂરક બનવાની જરૂર છે.આજે શિક્ષણ કે બિઝનેસમા પણ મહિલા આગળ આવી છે અને પોતાનું કૌશલ્ય બતાવ્યું છે.નારીએ જાતે જ આજે અબળા રહેવાનું નથી કાયદો પણ સંરક્ષણ આપે છે.
દરેક મહિલાને ખૂબ ખૂબ અભિનંદન
સાથે સાથે ધુળેટી ના પર્વ નિમિત્તે સર્વેને શુભકામનાઓ અને જીવન પણ આવી રીતે જ રંગબેરંગી રહે તેવી શુભેચ્છાઓ
Comments