Skip to main content

તમારી વિચારવાની પ્રક્રિયાને સમજો

તમારી વિચારવાની પ્રક્રિયાને સમજો

ધ રો કે તમે ક્યારેય કોઈ ધાર્મિક કે માનસશાસ્ત્રીય પુસ્તક વાંચ્યું જ નથી અને જો તમારે જીવનના મહત્ત્વનો શોધવાનો હોય અર્થ તો તમે તેની શરૂઆત કેવી રીતે કરશો? ધારો કે ગુરુ, ધાર્મિક સંસ્થાઓ નથી, બુદ્ધ નથી, ઈશુ ખ્રિસ્ત નથી અને તમારે પહેલેથી જ શરૂઆત કરવાની હોય તો તમે તેની શરૂઆત કેવી રીતે કરશો? પ્રથમ, તમારે તમારી વિચારવાની પ્રક્રિયાને સમજવી પડશે, શું નહીં સમજવી પડે? તમે ખુદને કે તમારા વિચારોને ભવિષ્યની કલ્પનામાં રજૂ ન કરો, તમે તમને ખુશ કરે એવા ઈશ્વરનું સર્જન ન કરો, એ તો નરી બાલિશતા છે. તો સહુ પહેલાં તમારે તમારા વિચારની પ્રક્રિયાને સમજવી પડશે. કાંઈ પણ નવું શોધવા માટે એ જ એકમાત્ર રસ્તો છે, શું તે નથી ?


જ્યારે આપણે એમ કહીએ છીએ શિક્ષણ અને જ્ઞાન અંતરાય છે, અડચણ છે ત્યારે તેમાં આપણે ટેક્નિકલ જ્ઞાનનો સમાવેશ નથી કરતા- મોટરગાડી કેવી રીતે ચલાવવી, યંત્ર કેવી રીતે ચલાવવું અથવા આવા જ્ઞાનથી આવતી કાર્યક્ષમતાનો સમાવેશ નથી કરતા? આપણા મનમાં તદ્દન જુદી જ બાબત છે; સર્જનાત્મક સુખની એ ભાવના કે જે ગમે તેટલું જ્ઞાન કે શિક્ષણ ન આપી શકે. ‘સર્જનાત્મક હોવું' એ શબ્દનો ખરેખરો સાચો અર્થ દરેક પળે ભૂતકાળથી મુક્ત થવું છે, કારણ કે તે ભૂતકાળ જ નિરંતરપણે પોતાનો પ્રભાવ, પોતાનો પડછાયો વર્તમાન ઉપર પાથરે છે. કોઈ માહિતીને માત્ર વળગી રહેવું, બીજાના અનુભવોને વળગી રહેવું. બીજાએ જે કહ્યું હોય તે ભલે ગમે તેટલું મહાન કે સારું હોય, તેને વળગી રહેવું અને તમારી ક્રિયાઓને તે મુજબ કરવાનો પ્રયત્ન કરવો- આ બધું જ્ઞાન છે, શું તે જ્ઞાન નથી? પરંતુ કાંઈ પણ નવું શોધી કાઢવા માટે તમારે તમારી જાતે, તમારી રીતે શરૂઆત કરવી જોઈએ; એ યાત્રા તમારે સંપૂર્ણપણે અનાવૃત્ત થઈને શરૂ કરવી જોઈએ, ખાસ કરીને જ્ઞાનની યાત્રા, કારણ કે તેમ કરવું બહુ સહેલું છે. જ્ઞાન અને માન્યતા દ્વારા અનુભવો મેળવવા એ તો કેવળ પોતાની કલ્પનાની રજૂઆત છે અને તેથી તે બિલકુલ અવાસ્તવિક, ખોટા છે.

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજના બનાવી   આમ એક વખત  મો

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે