Skip to main content

જીવન માં ક્યારેય પણ આર્થિક સંકળામણ આવે ત્યારે જુની વાતો યાદ કર્યા વગર અને કોઈ ના ભરોસે બેસી રહ્યા વગર જેટલા જલ્દી પૈસા કમાવા માટે ના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમય માં થી બહાર નીકળી શકશો.



 



મુશ્કેલી ના સમય માં પૈસા સિવાય કોઈ નો સહારો હોતો નથી એટલે જીવન માં ક્યારેય પણ આર્થિક સંકળામણ આવે ત્યારે જુની વાતો યાદ કર્યા વગર અને કોઈ ના ભરોસે બેસી રહ્યા વગર જેટલા જલ્દી પૈસા કમાવા માટે ના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમય માં થી બહાર નીકળી શકશો.


સગાવહાલા મિત્રો બધા આશ્વાસન અને સલાહો  આપશે એ ખાલી સાંભળવું ગમશે બાકી એના થી મુશ્કેલી નો અંત નહિ આવે , ભગવાન ના સહારે જશો તો પણ કર્મ તો કરવું જ પડશે હા એક જાત ની માનસિક શાંતિ રહેશે બાકી ફક્ત પૂજા પાઠ, કર્મ કાંડ કે ધર્મસ્થાનો ના ચક્કર કાપવા થી પણ એમાં થી બહાર નીકળી ના શકાય


કોઈ કદાચ થોડી ઘણી  આર્થિક મદદ કરશે તો પણ એ ક્ષણિક રાહત હશે બાકી પેહલા જેવી આર્થિક પરિસ્થિતિ પર પહોંચવા માટે તો કમાવા સિવાય કોઈ ઉપાય નથી.


અનિલ અંબાણી અને અમિતાભ બચ્ચન જેવા લોકો ના મિત્રો અને સગાવહાલા પણ  આર્થિક સંકડામણ વખતે એમના ફોન ઉપાડતા બંધ થઇ જતા હોય તો આપણા જેવા સામાન્ય માણસ માટે તો સગાવહાલા ના ખભે આપણી લાશ જ બહાર નીકળે એટલે આવી પરિસ્થિતિ આવે તો સામાજિક જીવન ના વેવલા વેળા બંધ કરી ને એક જ ધ્યેય કે નીતિ થી પૈસા ક્યાં કમાઈ શકાશે એમાં જ ધ્યાન આપવું બાકી ઘર ના બધા સભ્યો ભેગા બેસી ને રડ્યા કરવા થી પણ એનો ઉકેલ નહિ આવે.


લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે કે અમારા મુશ્કેલ સમય માં કોઈ કામ ના આવ્યું કોઈ કામ આવવા નું પણ નથી કારણ કે  બધા ની ખુદ ની જરૂરિયાતો અને જલસા કરવા ની ડિઝાયર  અને ભવિષ્ય ની અનિશ્ચિતતાઓ ની બીક એટલી છે કે કોઈ મદદ કરવા આગળ નથી આવવા નું. 


કોઈ ને આર્થિક મદદ કરવી હોય તો આપણે ખમી શકીયે એટલી જ મદદ કરવી કારણ કે એનું કઈ તરત પાટે નથી ચડી જવા નું કે એ ઈચ્છતો  હોવા છતાં તમારા પૈસા પાછા આપી શકશે


પોતે મોંઘી ગાડીઓ માં ફરતા હોય  અને પૈસા તો હાથ નો મેલ છે અને જન્મ્યા ત્યારે બાળોતિયાં માં ખિસ્સા નોહતા અને મરશો ત્યારે કફન માં પણ  ખિસ્સા નહિ હોય એવી વાતો કરતા ધર્મગુરુઓ થી દૂર રેહવું કારણ કે ભગવાન ને  ધૂપ દિવા કરવા માટે અગરબત્તી લેવા જશો તો પણ કોઈ મફત નહિ આપે. 


પૈસા સર્વસ્વ નથી પણ જીવન નિર્વાહ માટે પૈસા ખુબ જરૂરી છે બાકી તો સામાજિક દુઃખો કે શારીરિક બીમારીઓ ગમે તેને આવી શકે છે ગરીબો ને નથી આવતી એવું નથી એટલે એવા સમયે  સાઇકલ પર બેઠા બેઠા રડવું એ કરતા * car માં બેઠા બેઠા રડવું વધુ સારું*.

🌹🙏 🌻

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજના બનાવી   આમ એક વખત  મો

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે