મોબાઈલથી Happy Holi કહેવા માટે ઘણા છે.
પણ, એક ચપટી કલર કોઈ આવીને લગાવી જાય
એવા લોકો દિવસે દિવસે વિલુપ્ત થતા જાય છે.
હું આજે પણ બાળપણમાં લગાવેલા એ કલરને યાદ કરીને વિચારું છું
કે એમાં એવું ક્યુ કેમિકલ હતું કે આટલા વર્ષો પછી
એનો કલર ઝાંખો પડતો નથી ??
લાગણીથી લગાવેલ કલરના લીસોટા
આત્મા સુધી પહોંચતા હોય છે.
નાનપણમાં કલર લગાવવાવાળા કહેતા કે
"ડરવાની જરૂર નથી આ તો કાચો કલર છે ".
એ કાચા કલરની અનુભૂતિ વારંવાર કહે છે કે
આનાથી પાક્કો કલર દુનિયામાં બન્યો જ નથી....!!
આપ સર્વેને હોળી તેમજ ધુળેટીની હાર્દિક શુભકામના....!
Comments