Skip to main content

સાવધાન અનેક ધર્મગુરુઓની સૂચના

 સાવધાન અનેક ધર્મગુરુઓની સૂચના

 

2022 થી 2024 સુધીમાં મોટો બદલાવ..... 


સાવધાન પૈસા વાપરતા પહેલા સો વાર વિચાર કરજો આજે માણસ પાસે પૈસા વાપરવા માટેના હજારો રસ્તા ખુલ્યા છે પરંતુ કમાવવા માટેના ધીરે ધીરે બધા જ રસ્તા બંધ થતા જાય છે


આજના આ યુગને કર્યો યુગ કહેવો તો ખૂબ જ અઘરૂ છે એક કલાક માટે પણ આરામ કરવા માટે બેસશો તો લખી રાખજો આવનારો સમય આપના માટે ખૂબ જ કષ્ટદાયક બની જશે આજના ઈન્ટરનેટના જમાનામાં માણસે મશીન બન્યા વિના છૂટકો નથી રોજેરોજ વધતા જતા ભાવ આસમાને પહોંચી ગયા છે ઘરના દરેક વ્યક્તિએ કમાઈને ખાવાનો સમય પાકી ગયો છે . મુદ્દાની વાત કરીએ તમારી પાસે કમાવવા માટેના રસ્તા ધીમે ધીમે બધા જ બંધ થવા લાગ્યા છે .


 સેલ્સ રીપ્રેઝન્ટેટિવ દલાલી , ડિસ્ટ્રીબ્યુટર , રિટેલરો , ગંજના નાના મોટા વેપારીઓ આ તમામ બંધ થવાના આરા પર આવી ગયા છે . અત્યારે ફોન કે ઇન્ટરનેટ થી કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ કે મેન્યુફેક્ચરીંગ કંપની હવે ડાયરેક ખરીદનારને વેચાણ કરી શકે તેવા ઉપકરણો આવી ગયા છે . 


પહેલા એક કંપનીમાં આઠ થી દસ રીપ્રેઝન્ટેટિવ , ડિસ્ટ્રીબ્યુટર , રિટેલરો થી લઈ કસ્ટમર સુધીના હજારો પરિવાર કમાતા હતા. અને તેનાથી પોતાનું ગુજરાન ચલાવતા હતા . આજે સદંતર બંધ થવાના આરે ઉપર છે .


મોટા મોટા મોલ ખુલી જતા કંપની ખુલ્લેઆમ ભાવમાં બાંધછોડ કરી પોતાની પ્રોડક્ટ વેચી દેશે.... જેમાં વચ્ચે હવે કોઈ દલાલોની જરૂર પડતી નથી

ચાલતા ઘર ફ્લેટ બંગલો લોકો ની પાછળ બુક કરાવી દોડવાની જે એક ફેશન ચાલી છે પોતાની રહેલ મૂડી ભરી દેવી પછી હપ્તો ભરીશું હાલની આવક સામે બધા ગણિત આવનારા બે વર્ષ ખોટા પાડશે નહિ ભરાય રૂપિયા તો પાછા આવી જશે એ ગણિત પણ ખોટું પડશે આપણાં બાપ દાદા એ એક ઘરમાં દશ દશ સંતાનો પરણાવ્યા પણ તેઓ ક્યારેય ખોટા ટેન્શન માં જીવ્યા નથી આ વાત પર સતત ધર્મ ગુરુઓ એ ખાસ ભાર મૂકી ને દરેક ને આવનારા બે વર્ષ માપમાં રહેવા જણાવ્યું છે 


હોટેલો મોટેલો હરવા ફરવા ઉપર સંપૂર્ણ કાપ મૂકી ને આપની તમામ મૂડી ને હાથ પર રાખજો .આગળ બહુ કામ લાગશે.ખાવા પીવાના,ફરવા-હરવાના-પહેરવા- ઓઢવાના ખર્ચા માં કાપ મૂકો.


કોઈ એજન્ટો દલાલો ની મીઠી વાણી માં આવી જઈને કે  ઓનલાઇન ના આંબલી પીપળી માં ભરમાયા વિના ખોટી ઉછલ કુદ બંધ કરી જે છે તે સાચવી ને બેસજો ક્યાંય કોઈ બાના ટોકન આપ્યા હોય તો એટલેથી અટકી જજો નહિતર ગોત્યા જડશો નહિ અને ભરેલી મૂડીનું વ્યાજ જેમાંથી રોટલા નીકળે છે તે પણ તોડશો .બચત ફરજિયાત કરવાની બધા સભ્યો ટેવ પાડશો.બાળકોને પણ શીખવો.આગળ આવી રહેલો સમય મગજમાં રાખવો.


 ટૂંકમાં અત્યારે જોવા જઈએ તો ૩૦ થી ૪૦ ટકા માણસો નકામા એટલે કે ધંધા વગરના બની ગયેલા છે , મુદ્દાની વાત કરીએ તો પરિવારના પાંચ સભ્યો બધા સભ્યો પાસે પાંચ થી દસ હજારનો મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ 

( વધારાનો ખર્ચ ) દરેકને દર મહિને રિચાર્જ 

( વધારાનો ખર્ચ ) ઇન્ટરનેટ તથા ટીવી નો ખર્ચ પરિવારના દરેક ની પાસે ટુ વ્હીલર કે ફોર વહીલર હોવું તે એક સ્ટેટસ ગણાય છે 

( વધારાનો ખર્ચ ) દરેક સાધનોમાં પેટ્રોલ તથા ડીઝલ અને રીપેરીંગ નો ખર્ચ , 

પહેલા પરિવારના દરેક સભ્યોએ એક જ હોલમાં બેસીને એક પંખા નીચે વાતો કરતા હતા જ્યારે અત્યારે બધાને પોતાની પ્રાઇવસી જોઈએ છે . અલગ અલગ રૂમમાં બેસીને મોબાઈલ પર વાતો કરતા હોય છે ,


 એલડી આવવા છતાં પણ લાઇટનું બિલ વધી ગયું છે , ખાવા - પીવા પાર્ટીમાં બર્થ ડે મેરેજ એનિવર્સરી નો દેખાડો વધી ગયો છે , મોભો બતાવવામાં લોકો મનમૂકીને પૈસાનો ખર્ચ કરતા હોય છે સાથે સાથે પીઝા બર્ગર હોટડોગ જેવી દિવસે દિવસે કેટલાય દિવસો ના કંપનીએ બનાવેલા વાસી ખોરાક ખાવા ની પ્રથા બની ગઈ છે .


 નેચરલ અને વિટામિન્સ વાળા ખોરાકો ધીમે ધીમે સદંતર ખતમ થઈ ગયા છે . અને તેથી જ ડૉક્ટરોના દવાખાના ધમધોકાર ચાલે છે


 ટૂંકમાં કહીએ તો માણસ પાસે આજે પૈસા કમાવવા માટેના બધા જ સોર્સ મર્યાદિત બની ગયા છે , અને વાપરવાના રસ્તા હજાર ફરજીયાત બની ગયા છે માટે જ એક પણ મિનિટ બગાડ્યા વિના પૈસાની ફક્ત આવક શરૂ કરતાં શીખો , વાપરવાનું મર્યાદિત રાખો નહીતો 2024 માં શોધ્યા નહી જડે એ નિશ્ચિત છે આપના જ હિતમાં રહેશે.

ચતન કોઠારી મુંબઈ મલાડ 🙏🙏

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે