પતિ-પત્નીનો એક હૃદયસ્પર્શી વાર્તાલાપ
Image by Pixabay.com |
પતિ : અરે કેમ સૂતી નથી?
પત્ની : બસ, શાંતિથી બેઠી છું. સાચું કહું તો મને રોજ થાક લાગતો હતો, પણ તમે અને છોકરાઓ જ્યારથી આખો દિવસ ઘરે છોને ત્યારથી આ થાક ઓછો થઈ ગયો છે. ભલે કામ થોડું વધી ગયું છે અને કામવાળી બાઈ પણ રજા પર છે. છતાં પણ હું રસોઈ બનાવું ને તમે અંદર આવીને વાતો કરતાં-કરતાં આગળ-પાછળ પડેલું બધું જગ્યા પર મૂકી દો છો. હું કહું થોડી મદદ કરાવો તો તરત જ તમે બોલી ઊઠો છો કે લાવ, હું કરી દઉં, નવરો જ છું. આ બધું જ મને અઢળક પ્રેમનો અહેસાસ કરાવે છે. બસ, આટલું જ તો જોઈએ છે મારે. નાની-મોટી રકઝક પણ આખો દિવસ સામસામે
રહેવાથી ઝડપથી પતી જાય છે. તમારા ઘરમાં હોવાથી કે આમ વાત કરતા રહેવાથી ઘર એકદમ ભરેલું-ભરેલું લાગે છે. વાતો અને મસ્તી કરવામાં સમય પણ ઝડપથી પસાર થઈ જાય છે. હવે સમજાયું કે રોજ મને થાક કામનો નહીં પણ એકલતાનો લાગતો હતો.
કંટાળો, સખત કંટાળો આવી જાય છે ક્યારેક... નહીં? પણ મારી વાત યાદ રાખજો તમે...
પરિવાર સાથે કાઢેલા આ દિવસો જીવનના અંત સુધી નહીં ભૂલો. જ્યારે જીવન રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જશે ત્યારે આ દિવસોની ઊણપ વર્તાશે.
Comments