અખાત્રીજ . પહેલાં ના સમય માં ખેડૂતો પાસે કોઈ હવામાન ખાતા નું જ્ઞાન નહિ પણ ખેડૂત અખાત્રીજ આવે ને બળદ લઈને સીમ ભણી ખેતરે ખેડ કરવા તૈયાર રે'તો. અખાત્રીજ ના આજના શુભ દિવસે પપ્પા ખેતરમાં જાય ને ધરતીમાતા નું પૂજન કરે સાથે હળ-ટ્રેકટર ગાડુ - બળદની પૂજા કરવાની રિવાજ છે. આ વારસા મા મળેલ પ્રકૃતિ ની પૂજા કરવાનો લ્હાવો છે. આધુનિકરણ મા હવે ગામડામાં રીવાજ ભુલાયા છે પહેલા પરંપરાગત રીતે આખુ વર્ષ ખેતી કામ માટે રાખેલ બળદ ને ખેડૂત ચાંદલો કરી ખેતર મા જાય અને મુહૂર્ત ના પાંચ આંટા મારી ખેતી ના નવા વર્ષ ની શરૂઆત કરી ખેડૂત પ્રાથના કરતો .. " હે ,માં મારુ વરસ સારુ જ જે, કણ નો મણ કરજે." ખેતર માં પછી હળોતરું ચાલુ થાય ને સાથે મીઠું ગીત લલકારતો જાય ધરતી નો તાત મારો બાપલીયો .!!! "હારે ખેડ ખેડો વૈશાખ આ બેઠો, અખાત્રીજ આવી... જો જો મુહૂર્ત ના જાય ઓ બાપલા. હાકો બળદ હવે હેત થી...." પ્રકૃતિ એ દેવ છે એની પૂજા કરવી, નૈવધ ધરાવવુ એવો રિવાજ વર્ષોથી અમને ખેડૂત પૂત્ર તરીકે વારસા માં મળ્યો છે. આ દિવસ નો મહિમા ખેડુતો માટે અનેરો છે.આ દિવસે પ્રકૃતિ ની પૂજા અર્ચના કર...