|| *પૈસાનું મહત્વ* || ● મુશ્કેલીના સમયમાં પૈસા સિવાય કોઈનો સહારો હોતો નથી. એટલે જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકળામણ આવે ત્યારે જુની વાતો યાદ કર્યા વગર અને કોઈના ભરોસે બેસી રહ્યા વગર જેટલા જલ્દી પૈસા કમાવા માટેના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમય માંથી બહાર નીકળી શકશો. ● સગાવહાલા અને મિત્રો બધા આશ્વાસન અને સલાહો આપશે. એ ખાલી સાંભળવું ગમશે બાકી એનાથી મુશ્કેલીનો અંત નહિ આવે, ભગવાનના સહારે જશો તો પણ કર્મ તો કરવું જ પડશે. હા એક જાતની માનસિક શાંતિ રહેશે બાકી ફક્ત પૂજા પાઠ, કર્મ કાંડ કે ધર્મસ્થાનોના ચક્કર કાપવાથી પણ એમાંથી બહાર નીકળીના શકાય. ● કોઈ કદાચ થોડી ઘણી આર્થિક મદદ કરશે તો પણ એ ક્ષણિક રાહત હશે, બાકી પહેલાં જેવી આર્થિક પરિસ્થિતિ પર પહોંચવા માટે તો કમાવા સિવાય કોઈ ઉપાય નથી. ● અનિલ અંબાણી અને અમિતાભ બચ્ચન જેવા લોકોના મિત્રો અને સગાવહાલા પણ આર્થિક સંકડામણ વખતે એમના ફોન ઉપાડતા બંધ થઇ જતા હોય તો આપણા જેવા સામાન્ય માણસ માટે તો સગાવહાલાના ખભે આપણી લાશ જ બહાર નીકળે, એટલે આવી પરિસ્થિતિ આવે તો સામાજિક જીવનના વેવલાવેડા બંધ કરીને એક જ ધ્યેય કે નીતિથી પૈસા ક્યાં કમાઈ શકાશે એમાં જ ધ્યાન આપવું, બાકી ...