સફળતા વિશે વિચારો તમે સફળતાની દિશામાં જશો
તમારું મગજ એક અદ્ભુત મશીન છે . જ્યારે એ સફળતા વિશે વિચારે છે ત્યારે તમને સફળતાની દિશામાં લઈ જાય છે . પરંતુ એ જ મગજ નિષ્ફળતા વિશે વિચારવા લાગે ત્યારે તમને નિષ્ફળતા જ મળે છે .. શરીરને જે આહાર મળે છે એના પરથી શરીર ઘડાય છે . એવી રીતે જ મગજને જે આપવામાં આવે તેના પરથી મગજ ઘડાય છે . અલબત્ત , મગજ માટેનો ખોરાક પડીકામાં આવતો નથી અને દુકાનોમાંથી મળતો નથી . આપણે આપણા માટે ઊભા કરેલા વાતાવરણ પરથી મગજને ખોરાક મળે છે . – તમારા જાગ્રત મન અને અર્ધજાગ્રત મનને આપવામાં આવતી અસંખ્ય બાબતો મગજના સ્વાસ્થ
પર અસર કરે છે . આપણે કેવા પ્રકારનો ખોરાક મગજને આપીએ છીએ એના પરથી આપણી આદતો , અભિગમ , વ્યક્તિત્વ વગેરે નક્કી થાય છે . દરેક જણમાં વિકાસ માટેની ચોક્કસ ક્ષમતા રહેલી હોય છે . પરંતુ એ ક્ષમતાને આપણે કેટલી વિકસાવી છે અને કઈ રીતે વિકસાવી છે એનો આધાર આપણે મગજને કેવા પ્રકારનો આહાર આપીએ છીએ એના પર રહે છે . જે રીતે તમારા ખોરાકની અસર શરીર પર થાય છે એ જ રીતે આપણે આપણા મગજને કેવા પ્રકારનું વાતાવરણ આપીએ છીએ એના પરથી મગજનું ઘડતર થાય છે . તમે ક્યારેય વિચાર્યું છે કે તમારો ઉછેર તમારા દેશમાં નહીં , પણ વિદેશમાં થયો હોત તો તમે કેવા પ્રકારની વ્યક્તિ બન્યા હોત ? તમે કેવા પ્રકારનો ખોરાક પસંદ કરતા હોત ? તમારા પોશાક વિશેની પસંદગી એ જ રહી હોત ? તમને કેવા પ્રકારનું મનોરંજન સૌથી વધારે ગમતું હોત ? તમે કેવા પ્રકારનું કામ કરતા હોત ? તમારો ધર્મ ક્યો હોત ? આ પ્રશ્નોના તમે ચોક્કસ જવાબો તો આપી જ ન શકો , પરંતુ તમે જો તમારા દેશ સિવાય અન્ય દેશમાં ઊછર્યા હોત તો ભૌતિક રીતે જુદી વ્યક્તિ બનવાની શક્યતા વધી જાય છે . શા માટે ? કારણ કે જુદા પ્રકારના વાતાવરણની તમારા પર અસર થઈ હોત . કહેવાય છે કે તમે તમારા વાતાવરણની
પેદાશ હો છો . આ મુદ્દો બરાબર નોંધો , વાતાવરણ આપણને ઘડે છે , આપણને વિચારવાની પદ્ધતિઓ શીખવે છે . તમારી એક એવી | આદત બતાવો , જે તમે અન્ય લોકો પાસેથી શીખ્યા નું હો . પ્રમાણમાં નાની - નાની બાબતો . જેમ કે આપણી ચાલવાની ઢબ , ખાંસી ખાવાની રીત , કપ પકડવાની આદત , સંગીત માટેની આપણી પસંદગી , સાહિત્ય , મનોરંજન , પહેરવેશ એ બધું જ તમારી આસપાસના વાતાવરણને આભારી હોય છે . સૌથી અગત્યની વાત એ છે કે તમારી વિચારસરણીની વ્યાપતા , તમારો ધ્યેય , તમારો અભિગમ , તમારું વ્યક્તિત્વ એ બધું જ તમને મળેલા વાતાવરણ પરથી ઘડાય છે . નકારાત્મક વિચારસરણીવાળા . લોકો સાથેનો લાંબો સહવાસ આપણને નકારાત્મક બનાવે છે . તુચ્છ લોકો સાથેનું સાન્નિધ્ય તમને તુચ્છ પ્રકારની વ્યક્તિ બનાવે છે . એની સામે , ઊંચા વિચારો ધરાવતા લોકો સાથેનો સહવાસ આપણા વિચારોને ઉચા બનાવે છે . મહત્ત્વાકાંક્ષી લોકો સાથેનો નિકટનો સંબંધ આપણને મહત્ત્વાકાંક્ષી બનાવે છે .
Comments