Skip to main content

Posts

અખાત્રીજ

અખાત્રીજ . પહેલાં ના સમય માં ખેડૂતો પાસે કોઈ હવામાન ખાતા નું જ્ઞાન નહિ પણ ખેડૂત અખાત્રીજ આવે ને બળદ લઈને સીમ ભણી  ખેતરે  ખેડ કરવા તૈયાર રે'તો. અખાત્રીજ ના આજના શુભ દિવસે પપ્પા ખેતરમાં જાય ને  ધરતીમાતા નું પૂજન કરે સાથે હળ-ટ્રેકટર ગાડુ - બળદની પૂજા કરવાની રિવાજ છે. આ વારસા મા મળેલ પ્રકૃતિ ની પૂજા કરવાનો લ્હાવો છે. આધુનિકરણ મા હવે  ગામડામાં રીવાજ ભુલાયા છે પહેલા  પરંપરાગત રીતે આખુ વર્ષ ખેતી કામ માટે રાખેલ બળદ ને ખેડૂત ચાંદલો કરી  ખેતર મા જાય અને મુહૂર્ત ના પાંચ આંટા મારી ખેતી ના નવા વર્ષ ની શરૂઆત કરી ખેડૂત પ્રાથના કરતો ..   "  હે ,માં મારુ વરસ સારુ જ જે, કણ નો મણ કરજે." ખેતર માં પછી હળોતરું ચાલુ થાય ને સાથે મીઠું ગીત લલકારતો જાય ધરતી નો તાત મારો બાપલીયો .!!! "હારે ખેડ ખેડો વૈશાખ આ બેઠો, અખાત્રીજ આવી... જો જો મુહૂર્ત ના જાય  ઓ બાપલા. હાકો બળદ હવે હેત થી...." પ્રકૃતિ એ દેવ છે એની પૂજા કરવી, નૈવધ ધરાવવુ એવો રિવાજ વર્ષોથી અમને ખેડૂત પૂત્ર તરીકે વારસા માં મળ્યો છે. આ દિવસ નો મહિમા ખેડુતો માટે અનેરો છે.આ દિવસે પ્રકૃતિ ની પૂજા અર્ચના કર...

વિદુરનીતિ નાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો દરેકે વાંચવા જોઈએ

🌟૦૧. જેનું ચારિત્ર્ય સારૂં છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે. 🌟૦૨. છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથીં. 🌟૦૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે. 🌟૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે. 🌟૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો. 🌟૦૬. વિનય અને વિવેક, અપયશનો તત્કાલ વિનાશ કરે છે. 🌟૦૭. સુખ માટે ક્યારેય, ધર્મનો ત્યાગ કરશો નહિ. 🌟૦૮. બુદ્ધિમાન અહીં ગરીબ રહી જાય છે અને મૂર્ખ ધનવાન બની જાય છે. 🌟૦૯. ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી. 🌟૧૦. અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને મા-બાપનું કદી અપમાન કરશો નહિ. 🌟૧૧. રાજાએ ક્યારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહિ. 🌟૧૨. રાજા, વિધવા, સૈનિક, લોભી, અતિ દયાળુ, અતિ ઉડાઉ અને અંગત મિત્ર – આ સાત સાથે નાણાંની લેવડ-દેવડ કરવી નહિ. 🌟૧૩. આળસુ, ખાઉધરો, અળખામણો, ઘૂર્ત, ચાલાક, ક્રોધી અને વિચિત્ર વેશધારી – આ સાતને ક્યારેય પોતાના ઘેર ઊતારો આપવો નહિ. 🌟૧૪. તપ, દમ, અધ્યયન, યજ્ઞ, દાન, સદાચાર અને પવિત્ર વિવાહ – આ ગુણો જે કુળમાં હોય છે તે શ્રેષ્ઠ કુળ કહેવાય છે. 🌟૧૫. રાજા...
*લાકડા  ની મુર્તી બનાવવા વાળો કારીગર  ભગવાન ને કહે છે* *હે ભગવાન તુ પણ એક કલાકાર છે* *અને હૂ પણ એક કલાકાર છુ* *તે મારી જેવા અસંખય પુતળા બનાવીને ધરતી પર મોકલયા છે* *અને મે તમારા અસંખય પુતળા બનાવી ને ધરતી પર વેચયા છે* *પણ શરમ આવે છે કે તમારા બનાવેલા પુતળા અંદરો અંદર લડે છે* *અને મે બનાવેલા પુતળા સામે લોકો શીશ નમાવે   છે*                                     *(શુ કામ ભગવાન ?)* *ભગવાન : મે જીભ આપી છે એટલે જગડ઼ે છે, તેં જીભ નથી આપી એટલે મને પૂજે છે  , જોઇ લીધી મોંન ની તાકાત ?*👌👌🙏🙏🌹🌹

ગુજરાત જેટલી વસ્તી ધરાવતા દેશો