નાગપંચમી નાગ-દેવતાની પૂજા કરવામાં આવે છે નાગ પંચમી ની વાર્તા, વ્રતવિધિ અને મહાત્મય નાગ પંચમી કથાઓ |નાગપંચમી વ્રત કથા |
નાગપંચમી નાગ-દેવતાની પૂજા કરવામાં આવે છે નાગ પંચમી ની વાર્તા, વ્રતવિધિ અને મહાત્મય નાગ પંચમી કથાઓ |નાગપંચમી વ્રત કથા | વ્રતની વિધિ : શ્રાવણ માસની વદ પાંચમ અને નાગપાંચમના વ્રતનો દિવસ . આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદ્યાનું ચિત્ર ઘેરવું . ઘીનો દિવો કરવો , થી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી , પલાળેલી મગની દાળ , શ્રીફળ , એક વખત જમીને આ વ્રત કરવું . બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું . વાર્તા કહેવી અને નાગદાની પૂજા કરવી વાર્તા : એક નાનું ગામ હતું . તેમાં એક ડોશી રહે . ડોશીને સાત દિકરા હતાં . છ દિકરા મોટા હતા . તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું . પૈસા ટકાની રેલમછેલ હતી . સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું . તેથી તેની સાસુ મેણા - ટોણાં મારે , વાતવાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુ : ખ . બધાના જમ્યા પછી એઠું - જૂઠું જમવાનું આપે . નાની વહુના બિચારીના દુ : ખના દિવસો પસાર થતાં હતા . એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો . નાની વહુ ગર્ભવતી થઈ . એને જેમ જેમ દિવસો પસાર થતાં ગયા . નાની વહુને જુદી જુદી વસ્...