Skip to main content

Posts

પ્રાણદાતાને કદી હણશો નહિ .

એક વનભૂમિમાં એક મહાત્માનો આશ્રમ હતો . આશ્રમને ફરતે લીલીછમ વૃક્ષ ઘટાઓ હતી ; મંદ મંદ પવનમાં તે લહેરાતી અને તેમાં પક્ષીઓ ટહૂકતા . મહાત્મા પ્રકૃતિનો તે વૈભવ જોઈ રહેતા અને પ્રસન્ન થતા . વૃક્ષો એમને અતિ પ્રિય હતા . તે કહેતા , ‘ તરુવર સદા હિતકારી , ’ ’ અને તેથી તેઓ તેની એક પણ ડાળી કાપવા દેતા નહિ . તેમની સાથે એક શિષ્ય રહેતો હતો , પણ તે હજી કાચો ઘડો હતો . તેને બહુ ગોઠતું નહિ . તે એક વખત મહાત્મા પાસે ગયો અને કહ્યું , ‘ ‘ મારે સંસારમાં પાછું ફરવું છે . ' ' મહાત્માએ કહ્યું , ‘ ‘ ભલે વત્સ , પ્રભુ ભજન સંસારમાં પણ થાય ! તું ખુશીથી જા , પણ દક્ષિણા આપતો જા ! ’ ’ શિષ્યે કહ્યું , ‘ ‘ માંગો પ્રભુ ! ’ ’ મહાત્માએ કહ્યું , ‘ ‘ મને વચન આપતો જા કે હું કદી વૃક્ષો કાપીશ નહિ . ’ ’ શિષ્ય વચન આપ્યું અને ચાલી નીકળ્યો . તે એક ખેડૂત ભેગો રહેવા લાગ્યો . તેને બહોળી ખેતી હતી , અને માણસની જરૂર હતી . તે ખરેખર ‘ માણસ ’ પુરવાર થયો . તે આખો દિવસ ખેતરમાં કામ કરતો , બદલામાં બે ટંક રોટલો માંગતો . ખેડૂત તેનાથી ખુશ હતો . ખેડૂતને જુવાન દીકરી હતી . ખેડૂત તેને માટે ઠેકાણું ગોતતો હતો . ખેડૂતની પતીની નજરમાં એ જુવાન વસી ગયો...

મૌન : એક પ્રકારનું તપ

 મૌન : એક પ્રકારનું તપ   આપણે બોલવાની બાબતમાં સાવચેતી રાખવી જોઈએ કારણ કે જીભ દ્વારા આપણી ઘણીબધી શક્તિ વેડફાય છે . જેવી રીતે આપણે એકાગ્રતામાં , સમાધિમાં ભાગ લઈએ છીએ તેવી રીતે જીભનો પણ સંયમ છે . તેનો આપણે મૌન દ્વારા અભ્યાસ કરીએ છીએ . અત્યારે આપને બે કલાકનું મૌન બતાવવામાં આવ્યું હશે . ન બતાવવામાં આવ્યું હોય તો હવે હું બતાવી દઉં છું કે આપે દ ૨૨ોજ સવારે બે કલાક મૌન રહેવું જોઈએ . ગાંધીજી અઠવાડિયામાં એક દિવસ મૌન રાખતા હતા . તેમને મળવા આવનારાઓની ભીડ જામી રહેતી હતી . એમને ખૂબ જરૂરી કામ કરવાં પડતાં હતાં છતાં તેઓ મૌન રહેતા હતા . મૌન રહેવાથી તેમની શક્તિઓ બચી જતી હતી . આપે પણ આપની વાણીની , સરસ્વતીની શક્તિની બચત કરવા માટે બિનજરૂરી વાતચીતથી દૂર રહેવું જોઈએ . બિનજરૂરી વાતો ન કરો . નકામી લપલપ , અહીં - તહીંની વાતો ન કરો . ગપ્પાં ના મારો . એમાં આપની શક્તિઓ ક્ષીણ થાય છે અને આપે મંત્ર માટે જે સામર્થ્ય સંચિત કરવું જોઈએ તેમાં ઓટ આવે છે . આપ ઓછું બોલો . જરૂર પૂરતું જ બોલો . મહત્ત્વનું હોય એવું જ બોલો . વિચારપૂર્વક બોલો . આ પણ એક પ્રકારનું મૌન છે . મૌન : એક પ્રકારનું તપ

૬ વર્ષનો ભાઈ અને એની ૮ વર્ષની બહેન બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે અને બહેન પાછળ છે

 ૬ વર્ષનો ભાઈ અને એની ૮ વર્ષની બહેન બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે અને બહેન પાછળ છે થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે ભાઈ નજીક આવી ને પૂછે છે "કેમ તારે કાંઇ લેવુ છે ?" બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું ભાઈ એ બહેન ની આંગળી પકડી અને એક વડીલ ની અદા થી બહેન ને એ ઢીંગલી હાથ મા આપી બહેન ખુબ જ ખુશ થઇ કાઉન્ટર પર બેઠેલો વેપારી આ ભાઈ બહેન ને બહાર થી જોતા હતા અને ભાઈ ના માસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતા હતા કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો 'આ ઢીંગલી નુ શું છે ?' "જીવતર ને ઘોળીને પી ગયેલા" એ વેપારી એ કહ્યું 'તમારી પાસે શું છે ?' બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મુક્યા પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા બાળકે કહ્યું 'કેમ ઓછા છે ?' વેપારી કહે 'ના આમાંથી તો વધશે' વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્...

એક રચના ..ક્યાંથી ફાવે...?

 એક રચના  ..ક્યાંથી ફાવે...? બીતાં બીતાં  જીવવું    સાલું ક્યાંથી ફાવે..? સુક્ષ્મોને કરગરવું સાલું ક્યાંથી ફાવે..? મેલા ઘેલા હાથોને ઘસી લઈએ તોય ચાલે  ચોખ્ખાચટ્ટને ઘસવું  સાલું ક્યાંથી ફાવે..? ના ભેટા ભેટી, ના ધબ્બા ધબ્બી, અને ના ઉષ્મા કે હૂંફ વીના, બસ આઘા ઉભા ઉભા હસવું સાલું ક્યાંથી ફાવે..? લોભામણાં રૂપ ને  કાળા પડદા પાછળ છુપાવી  અંદરથી સમસમવું   સાલુ ક્યાંથી ફાવે..? હાલની મારી પરિસ્થિતિને સમજી  *પ્રભુ તને પણ પૃથ્વી પર અવતરવું*         *સાલુ ક્યાંથી ફાવે..?*