માનવજાત સિત્તેરક હજાર વર્ષથી લાઈટ એટલે કે પ્રકાશનો વપરાશ કરતી આવે છે . પરંતુ શ આજે વપરાય છે એ વિદ્યુતપ્રેરિત પ્રકાશ સવાસો વર્ષ જુનો જ છે . એ પહેલા ચકમક પથ્થર , વિવિધ તેલ , ગેસ .. વગેરેનો ઉપયોગ પ્રકાશ માટે થતો હતો . એડિસનની એ શોધ જગતના ઈતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ શોધ પૈકીની એક હતી . વીજળી ન હોત તો આજનું ઔદ્યોગિકરણ ન હોત .. અને ઔદ્યોગિકરણ ન હોત તો પૃથ્વી કેવી હોત એ કલ્પનાનો વિષય છે . ૧૮૪૭ માં અમેરિકાના ઓહાયોમાં જન્મેલા થોમસનો પરિવાર ૧૮૫૪ માં મિશિગન શિફ્ટ થયો હતો . નાનકડા થોમસ નવરાશના સમયે વાંચન કરવાનું અને અથવા તો કેમેસ્ટ્રીના વિવિધ પ્રયોગો કરવાનું કામ કરતાં હતાં . સ્કુલમાં ખાસ કંઈ ન ઉકાળી શકેલા થોમસે ૧૮૫૯ માં જ નોકરી શરૂ કરી દીધી હતી . તેમની પહેલી નોકરી રેલ - રોડનુ ન્યુઝ સ્ટેન્ડ સંભાળવાનું હતુ . દરમિયાન તેઓ અમેરિકા અને કેનેડાના કેટલાક ભાગમાં ફર્યા અને રેલવે સાથે ફીટ થયેલા ટેલિગ્રાફનો અભ્યાસ કર્યો . તેમાંથી જ તેમને વીજળી શોધવાની ઈચ્છા થઈ આવી . માટે બધા કામ પડતાં મુકી તેમણે બધો જ સમય સંશોધનમાં લગાડી દીધો . વીજળી જ શોધવી એવી ચોક્કસ ગણતરી ન હતી , માટે તેમણે એક પછી એ...
Science & spiritual Blog