How to Find Your Computer IP Address || by kalpesh Chavda કમ્પ્યુટર નું આઈપી એડ્રેસ કેવી રીતે જાણી શકાય
કમ્પ્યુટર નું આઈપી એડ્રેસ કેવી રીતે જાણી શકાય દરેક કપ્યુટરની પોતાની એક આગવી ઓળખ હોય છે . આ ઓળખને આધારે જ તેનું ઈન્ટરનેટ સાથેનું કામ પાર પડતું હોય છે . જેવી રીતે કોઈ કાર મોટરસાઇકલમાં તેનો એન્જિન નંબર અને ચેસીસ નંબર હોય છે તેવી જ રીતે કેપ્યુટરનું આઈપી એડ્રેસ હોય છે . કેપ્યુટરના આઈપી એડ્રેસની જરૂર નેટવર્કિંગ અને ઈન્ટરનેટના જોડાણ વખતે ખાસ પડતી હોય છે . નેટવર્કિંગની કોઈ પણ સમસ્યા ઉકેલવા માટે એન્જિનિયરને આઈપી એડ્રેસ અનિવાર્ય બની રહે છે . આઈપી એડ્રેસનું આખું નામ ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ છે . આઈપીના આધારે જ પોલીસ સાઈબર ક્રાઈમના ગુનાઓ ઉકેલતી હોય છે . હેકર્સ પણ કમપ્યુટર આઈપીના આધારે જ કામ કરતાં હોય છે . હવે ધારો કે તમારે કપ્યુટર સાથે ઈન્ટરનેટનું જોડાણ કરવું છે પણ તમને તમારા આઈપી એડ્રેસની જાણ નથી , તો શું કરશો ? આઈપી જાણવાનો રસ્તો સાવ સહેલો છે . તમામ કપ્યુટરમાં સ્ટાર્ટ બટન પર ક્લિક કરો . ત્યારબાદ તમને Run નામનો એક ઓપ્શન દેખાશે . આ Run ને ક્લિક કરો . હવે રનના ઓપ્શનમાં CMD ટાઈપ કરો . એક કાળા રંગની વિન્ડો ખૂલેલી દેખાશે . આ વિન્ડોમાં IPCONFIG \ ALL ટાઈપ કરો . આમ ટાઈપ કરતાં જ તમને અનેક મ...