Skip to main content

Posts

જયા પાર્વતી વ્રત શરૂ કરવા ની વિધિ અને વાર્તા

જયા પાર્વતી વ્રત શરૂ કરવા ની વિધિ અને વાર્તા  આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી કરીને  અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણ કરાય છે , ઓછામાં ઓછું પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે , અને શક્ય હોય તો  જયાં સુધી આ વ્રત થઈ શકે ( દશ વર્ષ , વીસ વર્ષ , ત્રીસ વર્ષ ) ત્યાં સુધી આ વ્રત કરવું . વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને શંકર - પાર્વતીનું પૂજન કરવાનું . ભોજનમાં ચોખા ખાવાનાં , મીઠી ચીજ ખાવાની નહીં , એટલે મિષ્ટાન , ગળ્યા પદ્યર્થો ખાવાના નહીં . બની શકે તો એકલા મગ ખાઈને આ વ્રત કરવું . વત પૂર્ણ થયે સૌભાગ્યવંતી સ્ત્રીને સૌભાગ્યને લગતા સાધનો આપવા કંકુની શીશી , કાજળની ડબ્બી , કપડાં શક્તિપ્રમાણે આપવા વ્રત ઉથાપન સમયે બ્રાહ્મણોને ભોજન કરાવવું . ) વાર્તા : પહેલાના સમયમાં એક બ્રાહ્મણ હતો . તેનું નામ વામન હતું . તે અને તેની પત્ની સાત્યા એક ગામમાં રહેતાં હતાં . આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મ પરાયણ સત્ય નિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતાં હતાં . વામન અને સત્યા સર્વ વાતે સુખી પણ સાવા શેર માટીની ખોટ હતી તેથી સત્યા ખૂબ દુ:ખી રહેતી હતી , અને મનમાં ને મનમાં વિચાર કરતી હતી કે ... અરે ...

મોબાઇલ ફોનના સ્ક્રીન માટે વપરાતો ગોરિલા ગ્લાસ કેવા પ્રકારનો કાચ છે

મોબાઇલ ફોનના સ્ક્રીન માટે વપરાતો ગોરિલા ગ્લાસ કેવા પ્રકારનો કાચ છે ? આ કાચને ગોરિલા નામ અપાયાનું કારણ એ કે તેમાં અડીખમ ગોરિલા જેવા ગુણધર્મો છે . આ કાચને જલદી ઘસરકા લાગતા નથી તેમજ અછાડપછાડને લીધે તે ઘડીકમાં તૂટતો નથી . આમ છતાં સ્પર્શ પ્રત્યે સેન્સિટિવ છે , એટલે સ્માર્ટફોનના , ટેબ્લેટના કે પછી બીજા વીજાણુ સાધનના ટચસ્ક્રીન માટે વાપરી શકાય છે . ગોરિલા ગ્લાસ અમેરિકાની ખ્યાતનામ કોર્નિંગ ગ્લાસ વર્કસ  કંપનીએ આવિષ્કુત કર્યો છે . વિવિધ ખાસિયતોના કાચ બનાવવામાં તે કંપનીનો જવાબ નથી , ફાઇબર ગ્લાસની શોધ તેણે કરી , મોટરકારના વિન્ડસ્કીન માટે વપરાતો ટેમ્પર્ડ સેફ્ટી ગ્લાસ તેનું સર્જન છે , સંદેશવ્યવહાર માટેનો સર્વપ્રથમ વહેવારુ ઓપ્ટિકલ ફાઇબર તેની શોધ છે અને હબલ સ્પેસ ટેલિસ્કોપનો અરીસો પણ તેણે બનાવ્યો છે . સાદો કાચ તકલાદી હોય છે , ઉત્પાદન વખતે રો મટીરિઅલ્સમાં કેટલાક પદાર્થો ( દા.ત. બોરિક ઓક્સાઇડ ) ઉમેરીને મજબૂત કાચ તૈયાર કરી શકાય છે . કોર્નિંગ ગ્લાસ વન્સ કંપનીએ ગોરિલા ગ્લાસ બનાવવા માટે કાચના મુખ્ય કાચા માલ સિલિકામાં ( રેતીમાં ) એલ્યુમિનિયમ , સોડિયમ સિલિકોન તથા ઓક્સિજનનો ભેગ કર્યો છે . ઉત્પાદનના છેલ્લા સ...

ટેલિવિઝન સિલિંગ ફેન , DVD પ્લેયર , મ્યુઝિક સિસ્ટમ વગેરે રિમોટ ઘણી વાર કામ ન આપે ત્યારે તેને હથેળી પર સહેજ ઠપકારો તો પાછા કેમ ચાલું થઈ જાય છે ?

 ટેલિવિઝન  સિલિંગ ફેન , DVD પ્લેયર , મ્યુઝિક સિસ્ટમ વગેરે રિમોટ  ઘણી વાર કામ ન આપે ત્યારે તેને હથેળી પર સહેજ ઠપકારો તો પાછા કેમ ચાલું થઈ જાય છે ? ટેલિવિઝનનું રિમોટ કન્ટ્રોલ ઇન્ફારેડ ( અધોરક્ત ) . LED સંકેતો મોર્સ કોડની જેમ પ્રસારિત કરે છે , પણ તે મોર્સના ( . ) ડોટ તથા ( - ) ડેશને બદલે 0 અને 1 ના ડિજિટલ સ્વરૂપના હોય છે . એક રીતે જોતાં તેમને મોર્સ કોડ જેવા ગણી પણ શકીએ , કેમ કે તેઓ અનુક્રમે ડોટની માફક ટૂંકા અને ડેશની માફક લાંબા હોય છે . ટેલિવિઝનમાં રહેલું પ્રોસેસર તેમના કોમ્બિનેશનને ઓળખી કાઢી ચોક્કસ કમાન્ડનો અમલ કરે છે . ટેલિવિઝન ઉપરાંત સિલિંગ ફેન , DVD પ્લેયર , મ્યુઝિક સિસ્ટમ વગેરે ઉપકરણોનું પણ સંચાલન કરતા યુનિવર્સલ રિમોટ કન્ટ્રોલ દરેક ઉપકરણ માટેનો ખાસ કોડ ધરાવે છે .  રિમોટ પર એ દરેકને લગતું જુદું પુશબટન હોય છે , માટે ગૂંચવાડો થતો નથી . રિમોટ કન્ટ્રોલમાં બેટરી સાથેના કોન્ટેક્ટ સામાન્ય રીતે પિત્તળના બનેલા હોય છે . હવા માંહ્યલા ઓક્સિજનના સંસર્ગમાં તે ધાતુ ઓક્સિડાઇઝ થાય છે . લોખંડને જેમ કાટ લાગે તેમ પિત્તળના કોન્ટેક્ટ પર ઓક્સાઇડનું પડ ચડે છે , એટલે વિદ્યુત સરકિટ વિક્ષેપ...

What to do when the mind is restless? | kalpesh Chavda મન અશાંત હોય ત્યારે શું કરવું?

મન અશાંત હોય ત્યારે શું કરવું ?  મન જ્યારે નબળું પડે ત્યારે કોઇપણ પરીસ્થિતીની અસર આપણાં મન પર પડે છે .  તમે પોતાના લોકો માટે ચિંતા અનુભવતા હોવ ત્યારે તમને સતત વિચારો આવ્યા કરતાં હોય છે . મન સતત ડામાડોળ રહ્યા કરતું હોય છે . સતત એવો આભાસ થયા કરે કે કંઇક અજુગતું બની જશે તો . આ બધા જ વિચાર નકારાત્મકતા સર્જવાની સાથે સાથે માણસને માનસિક અને શારીરિક બંને અસર કરે છે . મનની સ્થિતિ નાજુક ક્યારે બનતી હોય છે ? અને તેમાં યોગ શું ઉપયોગી થઇ શકે તે વિશે જાણીએ . આપણું મન સતત ભૂતકાળના વિચારો કરે છે . માનો કે આપણને કોઇ ઇન્દ્રિયોના સુખ નથી મળ્યું હોતું ત્યારે મન તેનું સતત ચિંતન કર્યા કરે છે . આપણું મન ભવિષ્યના પણ વિચારો કર્યા કરે છે અને ભવિષ્યના વિચાર કરી ચિંતાગ્રસ્ત અને ભયભીત રહે છે . આપણું મન જો સાત્વિક હોય તો તેમાં સતત ઉચ્ચ વિચાર અને લાગણીઓ જેમ કે દયા , પ્રેમ , ક્ષમા , કરુણા , દાન , પરોપકાર , સેવા દેશભક્તિ , સમાજસેવા વગેરેમાં વ્યસ્ત રહેશે , પણ સાત્વિક મન ઘણીવાર બહુ ચિંતાળુ હોય છે , જે વ્યક્તિની માનસિક શાંતિને હણી શકે છે . જો આપણું મન રાજસિક કે તામસિક હશે તો તેમાં કામ , ક્રોધ , લોભ , મોહ , કાવાદ...