Skip to main content

Posts

Showing posts from November, 2021

જહાજ પાણીમાં કેવી રીતે આગળ વધે છે ?

 જહાજ પાણીમાં કેવી રીતે આગળ વધે છે ?  કાર જેવા વાહનોના પૈડા જમીન પર ફરીને આગળ વધે પરંતુ પાણીમાં તરતું જહાજ પાણીમાં કઈ રીતે આગળ વધે તે જાણો છો ? પાણી નક્કર વસ્તુ નથી એટલે તેમાં પૈડા ન ચાલે . જહાજને આગળ ધક્કો મારવા માટે પ્રોપેલર નામનો પંખો હોય છે . આ પંખો પેટ્રોલ કે અન્ય ઇંધણથી ચાલતા એન્જિન વડે પ્રોપેલર છે . જહાજની પાછળ પાણીમાં ડુબેલું રહે છે . તેના પાંખીયા ત્રાંસા હોય છે . તમે સ્ક્રૂ જોયા હશે . તેના વળ ચડેલા ત્રાંસા આંટાને કારણે તેને ફેરવવાથી લાકડામાં ઊંડે ઉતરે છે . જહાજનું પ્રોપેલર પણ આવું જ કામ કરે છે . તે પાણીને કાપીને આગળ ધકેલાય છે . જો કે તેના બળથી ૭૦ ટકા પાણી પાછળ ધકેલાય છે . અને બાકીનું બળ પ્રોપેલરની સાથે જહાજને આગળ ધપાવે છે . જહાજનું વજન , પડખાનું જહાજના ઘર્ષણ વગેરે પણ જહાજની ગતિમાં કરે અવરોધ એટલે પ્રોપેલર ખૂબ જ મોટાં રાખવા પડે . સામાન્ય રીતે પ્રોપેલર મિનિટના ૮૦ થી ૧૨૦ આંટા . મોટાં જહાજોમાં ૧૫ ફૂટ લાંબા પાંખિયા વાળા પ્રોપેલર હોય છે.પ્રોપેલર ઝડપથી એટલે જહાજ ઝડપથી ચાલે એવું નથી . ક્યારેક પ્રોપેલરની પાછળ પાણીમાં હવાના પરપોટા તેના ધક્કાનું બળ ઓછું કરે છે . સરવાળે જહ...

સોના વિશે જાણવા જેવું

  એ ક સમયે ભારત દેશને સોનાની ચિડિયા કહેવામાં આવતો હતો . આજે પણ ભારતમાં સોના વગર લગ્ન થતાં નથી . એવી એક પણ વ્યક્તિ નહીં હોય જેણે સોનું જોયું ન હોય . ધરતીનું ૮૦ ટકા સોનું આજે પણ જમીનની નીચે દટાયેલું છું . દરિયામાં એટલું સોનું છે કે જો બધું સોનું કાઢી નાંખવામાં આવે તો દરેક વ્યક્તિના ભાગમાં ૪ કિલો સોનું આવી શકે . સોનું અને કોપર એવી ધાતુ છે જેની શોધ સૌથી પહેલાં થઇ હતી . સોનાની શુદ્ધતાને કેરેટમાં માપવામાં આવે છે . સોનું ૧૦ , ૧૨ , ૧૩ , ૧૮ , ૨૨ અને ૨૪ કરેટનું હોઇ શકે છે . કહેવાય છે કે ભૂકંપ આવે ત્યારે પાણી સોનામાં બદલાઇ જાય છે . શુદ્ધ સોનું એટલું મુલાયમ હોય છે કે આપણે તેને હાથથી વાળી શકીએ છીએ . એક તોલા સોનામાંથી એક વાળ જેટલી જાડાઇ ધરાવતો ૫૪૦૦ ફીટ લાંબો તાર બનાવી શકાય છે . સોનું ફક્ત કોઇ ચોક્કસ દેશમાંથી નીકળે છે , એ ખોટી માન્યતા છે . તેને ધરતીના દરેક મહાદ્વીપમાંથી કાઢી શકાય છે . દુનિયાભરના વૈજ્ઞાનિકોનું માનવું છે કે સોનું ફક્ત ધરતી ઉપર જ નહીં પરંતુ બુધ , મંગળ અને શુક્ર ગ્રહ ઉપર પણ મળી શકે છે . આમ જોવા જઇએ તો સોનું બધાને ગમે છે , પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં અમુક લોકો એ...

Money heist- જાણવા જેવું

 

Money heist - Motivational quotes

 

તમારો ફોન વેચવા જઈ રહ્યાં છો , તો આટલી બાબતો ધ્યાનમાં રાખો

 તમારો ફોન વેચવા જઈ રહ્યાં છો , તો આટલી બાબતો ધ્યાનમાં રાખો આપણામાંથી મોટાભાગના લોકો નવો ફોન ખરીદ્યા પછી જૂનો ફોન વેચી દેતા હોય છે . જૂનો ફોન વેચી દેવો એ ફાયદાનો સોદો છે પણ જો વેચતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો શક્ય છે ભવિષ્યમાં તમને કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે . તમારા ફોન થકી જરૂરી ડેટા અન્ય સુધી પહોંચી શકે છે અથવા તો તે લીક થવાની શક્યતા વધી જાય છે . જો તમે પણ જૂનો ફોન વેચવા જઈ રહ્યાં છો તો અહીં આપેલી બાબતોનું ખાસ ધ્યાન રાખો .  વોટ્સએપનું બેકઅપ રાખવું જો તમારા વોટ્સઍપ ઍકાઉન્ટમાં જરૂરી ચૅટ કે ફાઈલ્સ છે , તો તમારે ફોન વેચતા પહેલાં તેનું બેકઅપ ચોક્કસ લઈ લેવું જોઈએ . જો એવું નહીં કરો તો તમારો ઉપયોગી ડેટા કાયમ માટે અન્યના હાથમાં જતો રહેશે .  Data Reset રિસેટ કરતાં પહેલા ધ્યાન રાખો  ફોન વેચતા પહેલાં જો તમે ફેક્ટરી ડેટાને રિસેટ કરવા જઈ રહ્યાં છો તો તમારા ફોનના તમામ એકાઉન્ટમાંથી લોગ આઉટ કરી લેવું . ફોનને રિસેટ કર્યા પછી પણ તમારા જરૂરી ડેટાને કોઈ ડિસ્કની રિકવરી ટૂલની મદદથી રિકવર કરી શકાય છે . એવામાં તમારે ફેક્ટરી ડેટા રિસેટ કર્યા...

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારા સાવધાન ! FBI એ જાહેર કરી ચેતવણીઓ

 ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારા સાવધાન ! FBI એ જાહેર કરી ચેતવણીઓ  અમેરિકી ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન ( FBI ) એ સ્થાનિક સ્તરે વધી રહેલા ક્રિપ્ટો કરન્સીના કૌભાંડને લઈને કેટલીક ચેતવણીઓ જાહેર કરી છે . એજન્સીએ લોકોને સતર્ક કરતાં જણાવ્યું હતું કે કૌભાંડીઓ લેવડદેવડ પૂર્ણ કરવા માટે નિર્દોષ લોકો દ્વારા ફિઝિકલ ક્રિપ્ટો કરન્સી એટીએમ અને ડિજિટલ ક્યૂઆર કોડનો ઉપયોગ કરાવી રહ્યાં છે . અમેરિકા ક્રિપ્ટો સ્પેસને નિયંત્રિત કરવા પર કામ કરી રહ્યું છે , તેમ છતાં બિટકોઈન એટીએમ અમેરિકા ઉપરાંત અન્ય દેશોના પબ્લિક પ્લેસમાં પણ વધી રહ્યાં છે . એફબીઆઈ લોકોને અજાણ્યાં કૉલર્સની ક્રિપ્ટો પેમેન્ટ રિકવેસ્ટ પર ધ્યાન ન આપવાની સલાહ આપે છે . સાથે જ તેણે લોકોને આવા કૉલર્સ સાથે પોતાની પર્સનલ માહિતી શૅર ન કરવા પણ કહ્યું છે .  વધુમાં એફબીઆઈએ પોતાની ચેતવણીમાં જણાવ્યું છે કે કૌભાંડીઓ મોટાભાગે લોકોને પેમેન્ટ કરવા માટે વિનંતી કરે છે અને ભોગ બનનારના ફાયનાન્શિયલ ઍકાઉન્ટ જેવાં કે રોકાણ કે રિટાયરમેન્ટ ઍકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા કહે છે . લેણદેણ દરમિયાન કૌભાંડી પોતાના ક્રિપ્ટોકરન્સી વૉલેટ સાથે જોડાયેલો એક ક્યૂઆ...

નકામા વોટ્સએપ મેસેજથી પરેશાન છો ? તો નંબર બ્લોક કર્યા વિના આટલું કરો

   તમારા કોન્ટેક્સ લિસ્ટમાં ઘણાં એવા મિત્રો હશે , જે નિયમિત રીતે તમને ફાલતુ મેસેજ કરીને હેરાન કરતા હશે . અહીં તકલીફ એ હોય છે કે તમે તેમને મેસેજ નહીં મોકલવા કહી પણ શકતા નહીં હો . મોટાભાગે આવા લોકો ગૂડ મોર્નિંગ કે મૉટિવેશનલ મેસેજ કરીને હેરાન કરતા હોય છે . જો તમે પણ મિત્રો કે અન્ય કોઈ વ્યક્તિના આવા નકામા મેસેજીસથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા ઈચ્છો છો , તો અહીં તમને એક એવી તરકીબ બતાવી રહ્યાં છીએ , જેની મદદથી તમે તે મિત્રને બ્લૉક કર્યા વિના તેના મેસેજથી છુટકારો મેળવી શકો છો . હાલમાં જ વોટ્સઍપે આ ફીચરનું રિપૅક્ડ વર્ઝન રજૂ કર્યું છે ત્યારે અહીં એ ટ્રીક વિશે તબક્કાવાર જાણકારી મેળવીએ . આ ટ્રીકનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં તમારે તમારું વોટ્સઍપ ઍકાઉન્ટ ખોલવાનું છે . » હવે તે કોન્ટેક્ટને સર્ચ કરો જે તમને વારંવાર ફાલતુ મેસેજ કરીને હેરાન કરે છે . » ત્યારબાદ તમે એ કોન્ટેક્ટ નંબર પર થોડા સમય સુધી આંગળી પ્રેસ કરીને રાખો . આમ કરવાથી કેટલાક વિકલ્પો તમારી સ્ક્રીન પર જોવા મળશે . તમારે તેમાંથી ‘ Archive Chat ’ નો વિકલ્પ પસંદ કરવાનો છે . જેવું તમે તે ક્લિક કરશો , એ પછી વારંવાર ...