Skip to main content

Posts

Showing posts from April, 2021

સામાન્ય રીતે દુધ એક સંપુર્ણ આહાર ગણાય છે. જેમા પ્રોટીન ખનીજ અને વિટામીન યોગ્ય પ્રમાણમાં આવેલા હોય છે

 સામાન્ય રીતે દુધ એક સંપુર્ણ આહાર ગણાય છે. જેમા પ્રોટીન ખનીજ અને વિટામીન યોગ્ય પ્રમાણમાં આવેલા હોય છે. આ સીવાય ધૂધમાં અનેક જૈવ સક્રિય અણું આવેલા હોય છે. જેવા કે  ઈમ્યનોગ્લબ્યુલિન , હોર્મોન, જૈવ સક્રિય પેપ્ટાઈડ, તેમાંથી કેટલાય પેપ્ટાઈડ પેટના જંતુઓથી જ ક્રિયાન્વિત થાઈ છે દુધ માં આવેલા પેપ્ટાઈડ હાઈ બી.પી ને ઘટાડવામાં અસરકારક છે.આથી હ્દય રોગની સંભાવના ઘટી જાય છે. વિદેશોમાં તો દુધનાં ઉત્પાદનો જેવા કે દંહી , લસ્સી , યોગર્ટ વગેરે બી.પી. ઘટાડવા માટે ગેરેન્ટી ની સાથે વેચવા માં  આવે છે . દુધના સેવન થી રોગ પ્રતિકારક શક્તિ વધારતા ઈમ્યનોગ્બલોબ્યુલિન ,  લેક્ટોફેરિન ,લેક્ટેલ્બયુમિન,વગેરે પણ મળે છે. પ્રોબાયોટિક  બેક્ટેરિયાના કરણે તેનું સ્તર વધી જાય છે આપણે બધા જાણીએ કે સુતાં પહેલા દુધ પીવાથી ઉંઘ સારી આવે છે અને આખી રાત પેટ ભરેલું રહે છે . વિજ્ઞાન  કહે છે કે દુધમાં અફીણ જેવી સંરચનાવાળા પદાર્થો પણ આવેલા હોય છે. જે ઉંઘ  ન આવવાના  ના  દર્દ ને ઓછું કરવા સક્ષમ હોય છે. દુધ માં આવેલા કેસીનોમોફીન પેટમાં ખોરાક પચાવવાની તીવ્રતા ઘટાડવા, ઈન્સુવલિનનું પ્રમાણ વધારવા અને ...

જીવલેણ બીમારી ઓથી સુરક્ષિત રાખતા : ન્યૂટ્રાસ્યુટિકલ્સ

 હિપોક્ટ્સ કહ્યું છે કે તમારા ભોજનને જ તમારી ઔષધિ-દવા બનાવી દો , આપણી ભારતી  સંસ્કૃતિમાં આ કોઈ નવી વાત નથી. કારણ કે સદીઓથી ભારતીયો તો રોગમાંથી મુક્તિ મેળવવા પોતાના ધરમાં જ તેના સફળ ઉપચારો કરતા આવ્યા છે. આજના બદલાતા વાતાવરણમાં આપણે આપણા ભોજન તેમજ ખાદ્યપદાર્થોનો મળી આવતા પોષક તત્વો સિવાય તેમની રોગ નાશક અને રોગપ્રતિકાર શક્તિઓ ની  ક્ષમતાઓ વિશે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માહીતી મેળવી જરૂરી છે.  આજ કાલ બજારમાં કેન્સર પ્રતિરોધક કોલેસ્ટ્રોલ ઘટાડનારી ,માનસિક ક્ષમતા અને યાદદાસ્ત વધારનારી તેમજ એન્ટી  ઓક્સિડન્ટ ક્ષમતા જાળવી રાખનાર જુદા જુદા ખાદ્યપદાર્થોનો ની આ  લેખમાં માહિતી મેળવીશું  ન્યૂટ્રાસ્યુટિકલ્સ  કુદરતી પદાર્થો અને રસાયણો કે જે મોટા ભાગે આપણા ખાદ્યપદાર્થોનો અને ભોજનાત્મક ક્ષારો માંથી ઉત્પન થાય છે, અને માનવ શરીરને વિવિધ રોગથી બચાવવા ની સાથે સાથે શરીરને તંદુરસ્ત રાખવામાં પણ મહત્વપુણ ભુમિકા ભજવે છે.તેઓ ને ન્યૂટ્રાસ્યુટિકલ્સ કહેવાય છે જો લાભદાયક પોષક તત્વો શરીરના વિકાસ તેમજ તેની દેખરેખથી પણ આગળ વધીને બીજા લાભ પણ પહોંચાડે તો  તેમને ન્યૂટ્રાસ્યુટિકલ્સ ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે (2)

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે  હદય રોગ થી બચવા માટે ભોજનમાં ધીનો ઉપયોગ  ઓછો કરવો જોઈએ.ભરપુર પ્રમાણમાં ફળો, શાકભાજી અને દાણાવાળા ખાદ્યપદાર્થોનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ જેથી શરીરને પાર્યાપ્ત પ્રમાણમાં રેષા પ્રપ્ત થાય છે. જે રેષા પાણીમાં ઓગળી જાય છે તને વિલય રેષા કહેવાય છે અથવા દ્રવ્ય રેષા કહેવાય છે, જે જવ ઈસબગુલ વગેરે માં મોટા પ્રમાણમાં  આવેલા હોય છે. દિલની બીમારીથી સુરક્ષા માટે આવા  વિલય રેષાઓને કાયદેસર રીતે માન્યતા મળી ગયેલ છે.તેનાથી બનેલા ઉત્પાદનોના પ્રચારમાં આવા દાવા કરી શકાય છે. તેમાં મુખ્ય  બી - ગ્લુકન છે જે જવમાં સૌથી વાધારે પ્રમાણમાં 3-11 ટકા હોય છે જ.તેના સેવન થી લોહી લોહીમાં કાર્બોહાઈડ્રેટ  કારણે વધતી શર્કરાનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે છે. અને રકતદબાણ પણ નિયંત્રિત રહે છે.  કાડલાક અનાજ/  ધાન્યમાં મળક આવતા કુલ અથવા વિલય રેષા સારા એવા પ્રમાણમાં હોય છે. 

પોતાની નિષ્ફળતા માટે બીજા ને દોષ ન દઈ શકાય

એક ખેડૂતને બે દિકરા હતા. બંનેને પિતાજી એ સરખા ભાગે જમીન વહેંચી આપી . મોટા ભાઈ કર્મનિષ્ઠ , જ્યારે નાના ભાઈ આળસુ, અપ્મણિક અને બિનજરૂરી નસીબમાં વધુ માનનારા હતા . મોટાભાઇએ પોતાના ભાગમાં આવેલી જમીન બારબર ચકાસીને ગુણવત્તા મુજબ પાક નું વાવેતર કર્યુ  અને આયોજન પૂર્વક  મહેનત કરીને મબલક પાક પકવ્યો .નાના ભાઈ એ જમીને ની ગુણવત્તા ચકસ્યા વગર જ ફક્ત મોટા ભાઈ નું અનુકરણ કર્યું તો પાકના ઉત્પાદન  મા સફળતા ના મળી મોટાભાઈ એ આયોજનપૂર્વક કામ કરી પોતે જ પોતાનો ભગવાન બને છે.  આમ દરેક વ્યક્તિ પોતે જ પોતાના માટે ભગવાન બને છે. તું જ તારો ગુરુ  શા માટે બીજા પ્રભુ ને  દોષ આપી જવાબદારી માથી છટકે છે.  તમારા કાર્ય ની નિષ્ફળતા માટે બીજા ને દોષ ના ગણાય.  નિષ્ફળતા મળે તેના કારણો શોધીને તેને યોગ્ય રીતે દુર કરવા ના પ્રયત્નો કરીશું તોજ આપણે આપણી જિંદગીને સ્વર્ગ બનાવી શકીશું 

માનવી ની વિશિષ્ટતા તેની ઈચ્છાશક્તિમાં છે

 અલાલમા ઈકબાનો એક પ્રખ્યાત શેર છે. '' ખદી કો કર બુલંદ ઈતના કે હર તહરીર સે પહેલે ,ખુદા બંદે સે ખુદ પુછે , બતા તેરી રઝા ક્યા હૈ ? તેને સાદો અર્થ એવો છે કે માનવી તરીકે તું તારી પોતાની જાત  ને એટલી ઊંચે લઈ જા કે તારા પ્રારબ્ધની પ્રત્યેક વાત નક્કી કરતાં પહેલા ઈશ્વરે તને પૂછવું પડે કે ,બોલ તારું પ્રારબ્ધ કઈ રીતે નક્કી  કરું? તારી ઈચ્છા શું છે ?  ”થ્રી ઈડિયટ્સ” નો આમીર ખાનનો આ ડાયલોગ બચ્ચો, કાબિલ બનો કાબિલ...કામયાબી તો સાલી  પીછે ભાગેગી માનવીની  વિશિષ્ટતા તેની ઈચ્છાશક્તિમાં છે. પ્રણીઓ ઈરછા કરે ખાવા પીવાની ફરવા ની લડવાની રક્ષણ કરવા ની તે માત્ર ઈચ્છા હોય છે , તેને પરિપૂર્ણ કરવા માટે ગમે તે કરવા પ્રણી તૈયાર થઈ જાય છે  પરંતુ તે ગમે તે રીતે પરિપૂર્ણ થાય એટલે તેને સંતોષ મળી જાય છે પણ મનુષ્યની  વાત જુદી છે. તે અમુક વસ્તુ અમુક રીતે જ કરવા માગે છે અને તેની પાછળ લાગી રહે છે.  તેની ઈરછા ઘુંટાયા કરે છે અને તેમાંથી તેનાં પ્રારબ્ધનાં બંધનને ઢીલું કરી શકે તેવી ઈચ્છાશક્તિ જન્મે છે.

તબીબી વિજ્ઞાને પુરવાર કર્યુ છે કે 80% શરીરના રોગમાં મન કારણ ભુત છે બીમારી મનની છે .

તબીબી વિજ્ઞાને પુરવાર કર્યુ છે કે 80% શરીરના રોગમાં  મન કારણ ભુત છે બીમારી મનની છે .દવા શરીરને કરીએ છીએ.  હાર્વર્ડ યુનિવર્સીટી માં  મેડીકલ કોલેજ વિદ્યાર્થીઓને ભણાવતા ડોક્ટરો પૈકી એક ડોક્ટર મનની ધારણાના સામર્થ્ય વિશે શિક્ષણ આપતા હતા મ. તેમણે વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી કે તમે જે રોગનો અભ્યાસ કરતા હો તે રોગ તમારા શરીરમાં છે એવી કલ્પના કે વિચાર સુધ્ધાં કરશો નહિ કારણ કે તે ભયંકર છે. અને વાત પણ સાવ સાચી છે. કેવળ રોગની કલ્પના માત્રે બીમાર પડ્યા હોય એવા દાખલાઓ રોજ-બરોજ સાંભળવા મળતા જ હોય છે. લંડન નું હેલ્થ એન્ડ મેડિસીન સામયિક જણાવે છે કે એક હોટલના બે ઓરડાં માં  બે માણસો ઊતર્યા હતાં  તેમાંનો એક કોલેરાનો દર્દી હતો તે મરણ પામ્યો  હતો.  આ વાતને ઘણો સમય વિતી ગયો. બીજા બે  ટુરિસ્ટ તે હોટેલમાં ઊતર્યા તેમાંના એક ને કોલેરાના દરદીવાળી રૂમ આપી તે  વિશે કંઈ જાણતો ન હતો બીજા ને ખોટી  રીતે જણાવવામાં આવ્યું કે જે રૂમ તે સુતો હતો તેમાં જ કોલેરાનો દર્દી મરણ પામ્યો હતો..... અને આશ્ચર્ય છેકે એ ટુરિસ્ટને કોલેરા વળગયો ! એ ઊલ્ટી ઓ કરવા લાગ્યો ને મૂત્યુ પામ્યો ! ...

વોટ્સએપ ના સ્ટેટસ વિડિયો ડાઉનલોડ કરો સરળતાથી

  વોટ્સએપ એક દમ લોક પ્રિય છે. તેમ છતાં વોટ્સએપ માં  સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે  કોઈ વિકલ્પ કંપની દ્વારા આપવામાં આવ્યો નથી .સ્ટેટસમાં મુકેલા ફોટા નો મેળવવા માટે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો પણ જો કોઈ વીડીયો ગમે અને જોઈએ તો હોય અપલોડ કરનાર યુઝર્સ પાસે થી માગવો પડે છે તે સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી . પણ હવે યુઝર્સ  વિડિયો સ્ટેટસ મેળવવા માટે માગણી નહી કરવી પડે અને કોઈ થર્ડ પાર્ટી એપ કે કોઈ લીંક ડાઉનલોડ નહી કરવી પડે એપલ આઈફોન અને એનડ્રોઈડ સ્માર્ટફોન બંનેમાં હવે વીડીયો ડાઉનલોડ કરી શકાશે . એનડ્રોઈડ યુઝર્સ વીડીયો સ્ટેટસ ને ડાઉનલોડ કરવા માટે વોટ્સએપ ખોલી ને ફોન મા ફાઈલ મેનેજર એપ્લિકેશન માં જવું પડસે. ત્યારે બાદ ફાઈલ મેનેજર એપ્લિકેશન ના સેટીંગ્મા જઈને શો હિડન સિસ્ટમ ફાઈલ્સને  ચાલું કરવું પડશે  આટલું કયૉ પછી ફાઈલ મેનેજર હોમ પેજ પર આવીને ફોનની ઈન્ટરનલ મેમરી મા જવું પડશે . ઈનટરનલ મેમરી મા ગયા પછી વોટ્સએપ ફોલ્ડર નું મીડિયા ફોલ્ડર ખોલતા ની સાથે ત્યાં સ્ટેટસ ફોલ્ડર દેખાશે . જે ફોલ્ડર માં યુઝર્સ  ના બધા જોયે લા સ્ટેટસ હશે ફોટા વિડિયો ત્યાં થી તમે કોપી કટ મુવ કરી  તમ...