જયા પાર્વતી વ્રત શરૂ કરવા ની વિધિ અને વાર્તા આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી કરીને અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણ કરાય છે , ઓછામાં ઓછું પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે , અને શક્ય હોય તો જયાં સુધી આ વ્રત થઈ શકે ( દશ વર્ષ , વીસ વર્ષ , ત્રીસ વર્ષ ) ત્યાં સુધી આ વ્રત કરવું . વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને શંકર - પાર્વતીનું પૂજન કરવાનું . ભોજનમાં ચોખા ખાવાનાં , મીઠી ચીજ ખાવાની નહીં , એટલે મિષ્ટાન , ગળ્યા પદ્યર્થો ખાવાના નહીં . બની શકે તો એકલા મગ ખાઈને આ વ્રત કરવું . વત પૂર્ણ થયે સૌભાગ્યવંતી સ્ત્રીને સૌભાગ્યને લગતા સાધનો આપવા કંકુની શીશી , કાજળની ડબ્બી , કપડાં શક્તિપ્રમાણે આપવા વ્રત ઉથાપન સમયે બ્રાહ્મણોને ભોજન કરાવવું . ) વાર્તા : પહેલાના સમયમાં એક બ્રાહ્મણ હતો . તેનું નામ વામન હતું . તે અને તેની પત્ની સાત્યા એક ગામમાં રહેતાં હતાં . આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મ પરાયણ સત્ય નિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતાં હતાં . વામન અને સત્યા સર્વ વાતે સુખી પણ સાવા શેર માટીની ખોટ હતી તેથી સત્યા ખૂબ દુ:ખી રહેતી હતી , અને મનમાં ને મનમાં વિચાર કરતી હતી કે ... અરે ...
Science & spiritual Blog