બિલ ગેટ્સે ૨૦ વર્ષની ઉંમરે માઈક્રોસોફ્ટ કંપની સ્થાપી જે આજે દુનિયાની સૌથી મોટી સૉફ્ટવેર કંપની છે , ૩૨ વર્ષની ઉંમરે બિલ ગેટ્સનું નામ ફોર્બ્સ મેગેઝિને અબજપતિઓની યાદીમાં પ્રસિદ્ધ કર્યું , ૫૦ વર્ષની ઉંમરે બિલ ગેટ્સે ૪૦ અબજ ડૉલરનું દાન કર્યું અને પ૩ વર્ષની ઉંમરે રિટાયર્ડ થઈ ગયા . કોઈ વ્યક્તિએ એની જિંદગીમાં કેટલા રૂપિયા કમાવવા જોઈએ ? ઉંમરના કયા પડાવે રિટાયર્ડ થવું જોઈએ ? પોતાનાં સંતાનો માટે કેટલા રૂપિયા મૂકીને જવું જોઈએ ? આ એવા બેઝિક પ્રશ્નો છે કે જેના ઉત્તર બધાને જોઈએ છે પરંતુ જો જવાબ મળે તો તેનું પાલન કરવું નથી . ખાસ કરીને જે લોકો અમીર છે , ખાધેપીધે સુખી છે , જેમને ભવિષ્યની આર્થિક ચિંતા નથી , તે લોકો માટે તો આ ઉપરના ત્રણ પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે , કારણ કે ઉંમરના એક પડાવ પછી પણ પૈસા કમાવાનો લોભ છૂટતો નથી . આખી જિંદગી પૈસા કમાવા માટે દોડધામ કર્યા પછી નિરાંતથી જિંદગીની મજા ક્યારે લેવીર તેની ખબર પડતી નથી.રૂપિયા કેવી રીતે અને ક્યાં વાપરવા ? દુનિયાના મોટાભાગનાં કમ્યુટર બિલ ગેટ્સની કંપની માઈક્રોસોફ્ટના સૉફ્ટવેરથી ચાલે છે . ચીનમાં દર વર્ષે લગભગ ૩૦ લાખ કયૂટર વેચાય છે , પરંતુ ચીનના લ...
Science & spiritual Blog