ચાલતા રહેવાથી આયુષ્ય વધે છે. ૨થી ૫ મિનિટ ચાલવાથી અચાનક આવતા મૃત્યુનું ૩૩ ટકા જોખમ ઘટી જાય છે. » પથી ૧૫ મિનિટ ચાલવાથી તમારી કાર્યક્ષમતા ૬૦ ટકા વધી જાય છે, તમે સ્ફૂર્તિથી તમારું કામ કરી શકો છો. ૧૫થી ૨૦ મિનિટ ચાલવાથી બ્લડ સુગર ઘટે છે. × ૨૦થી ૩૦ મિનિટ ટહેલતા ટહેલતા કુદરતી સૌંદર્ય જોઈને ચાલવાથી નિરાશાજનક વિચારો ઘટી જાય છે. × ૩૦થી ૩૫ મિનિટ ચાલવાથી હૃદયની બીમારીનું જોખમ ઘટી જાય છે. » ૪૦થી ૫૦ મિનિટ ચાલવાથી હાઇપર ટેન્શન ઘટે છે. × ૧૫૦ મિનિટ સ્લો મોશનમાં ચાલવાથી કસરત કે જિમ કરતાં વધુ ાયદો થાય છે. » અઠવાડિયામાં ત્રણ દિવસ ૪૫ મિનિટ ચાલવાથી યાદશક્તિ વધે છે. » ચાલવાનું શાંતિથી ધીમેધીમે ભેંસ દોડતા હોય તેમ અંગૂઠાને મુઠ્ઠીની અંદર રાખી ચારે આંગળીઓ વડે દબાણ આપીને ચાલવાથી હાઈ બીપી, લૉ બીપી કંટ્રોલમાં રહે છે. આમ જો ફક્ત ચાલવાથી જ આટલા બધા ફાયદા મળતા હોય તો શા માટે ન ચાલવું જોઈએ. » તો ચાલો, આજથી જ ચાલવાનું શરૂ કરી દઈએ અને ઘણાબધા રોગમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ જરૂરથી કરીએ ને બીજાને પણ આ ફાયદા વિશે જરૂરથી જણાવીએ.
Science & spiritual Blog