Skip to main content

Posts

Showing posts from December, 2021

Make such preparations to increase salary   સેલેરી (પગાર) વધારવા આવી તૈયારી કરો

નાણાકીય વર્ષ શરૂ થવામાં છે . આ નવુ વખતે ઇન્ક્રીમેન્ટ પ્રોસેસમાં તમે બોસને ઇન્ક્રીમેન્ટ વધારવા વાત કરવા ઇચ્છો છો . પરંતુ એ નથીજાણતા કે સેલરી વધારવા પોતાને ઉચિત કઇ રીતે સાબિત કરવા ? તમે નીચે દર્શાવેલી પદ્ધતિ અપનાવીને પોતાની સ્થિતી મજબૂત કરી શકો છો . તેના કારણે સેલરી વધારવા વાત કરવી તમારા માટે મુશ્કેલ નહીં રહે . પ્રથમ તો પોતાના અનુભવ અને કુશળતા સાબિત કરવા કોઇ એવું કામ કરો કે જેથી તમે તમારા મેઇન રોલને સમર્તન આપી શકો . તેના કારણે તમે જે કરશો તેમાં શ્રેષ્ઠ પરફોર્મ કરશો . સબજેક્ટ સ્પેષયિલ બનો.પોતાની જાતને એવી તૈયાર કરો કે તમારી સાથે  સંકળાયેલા વિષયની જાણકારી મેળવવા લોકો તમારો સંપર્ક કરે . કોઇપણ કંપની પોતાના સ્પેશ્યાલિસ્ટને જવા નથી દેતી અને સેલરી વધારવા આગળ આવે છે . બીજુ તમે જેટલા પ્રોજેક્ટ અને એસાઇનમેન્ટ પુરા કર્યા હોય તેનો ટ્રેક તૈયાર કરો . પોતાના પ્રદાન વિશે એક નોંધ લખો . એ પણ જુઓ કે તમારા કયા પ્રોજેક્ટને કારણે કંપનીને કેટલો નફો થયો છે . કયા કામના કારણે કંપની સાથે નવા ગ્રાહકો જોડાયા છે . સ્પેસિફિક વેલ્યુએડ વિષે કહેવાતાં બોસને તમારું વેતન વધાર  વામાં કોઇ મુશ્કેલી નહીં પડે ....

દરેક સિનિયર સીટીઝન માટે ખાસ અગત્યની વાત એક વાર જરૂર ધ્યાન આપી સાભંળવા કૃપા કરશો, ...🙏🏵️🌹🎧🎹🎤

દરેક સિનિયર સીટીઝન માટે ખાસ અગત્યની વાત એક વાર જરૂર ધ્યાન આપી સાભંળવા કૃપા કરશો, ...🙏🏵️🌹🎧🎹🎤🎻 ▶️ ⏯ ▶️ play 👇👇👇👇👇👇👇

Set goals before investing by uma shashikant ઇન્વેસ્ટ (રોકાણ) કરતાં પહેલાં લક્ષ્ય નકકી કરો

 Set goals before investing by uma shashikant ઇન્વેસ્ટ (રોકાણ) કરતાં પહેલાં લક્ષ્ય નકકી કરો  ઊમા શશિકાંત એમડી, સેન્ટર ફોર ઇન્વેસ્ટમેન્ટ એજ્યુકેશન એન્ડ લર્નિંગ,મુંબઈ   જ્યારે ઇન્વેસ્ટર્સને કોઈ વાત કરું છું તો તે એક પ્રશ્ન જરૂર પૂછે છે કે તમારા પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા માંગોછે ? આ એક સાધારણ પ્રશ્ન છે . તેઓ ઇચ્છે છે કે હું તેમનાં પ્રશ્નોનો પ્રેક્ટિકલ જવાબ આપું . જોકે , તેમનાં આ પ્રશ્ન કેટલીકવાર મને પરેશાન કરી નાંખે છે . તેનાથી મને ખબર પડી કે ઇન્વેસ્ટરને પૈસા ઇન્વેસ્ટ કરવા જોખમકારક લાગે છે . કેટલીકવાર ઇન્વેસ્ટર્સ પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા છે તે વિષે હું વિચારવાને બદલે ગમે ત્યાં પૈસા ઇન્વેસ્ટ કરી દે છે.તે ભવિષ્ય અંગે અથવા તો આગળ શું થનાર છે તેના વિષે પણ વિચારતો નથી .  એ નુકસાનદાયક છે . જો , મોટાભાગના ઇન્વેસ્ટર આમ જ કરે છે . તમારામાંથી કેટલા લોકોએ આઇપીઓમાં ઇન્વેસ્ટ કર્યું છે . કેમ કે , તમારા મિત્રએ આમ કર્યું છે . તમે તમારા બ્રોકરના કહેવાથી કેટલીવાર શેર ખરીદયા છે . શું તમે કોઇ મ્યુચ્યુઅલ ફંડ એટલા માટે ખરીદયા છે કે તમારા ડિસ્ટ્રિબ્યુટરે કહ્યું હોય કે તેનાથી ફાયદો થશે . તમ...

  કરિયર માં જીવન માં પોતાના ક્ષેત્ર માં સફળ થવા માટે જાણો છ પદ્ધતિઓ

  કરિયર માં જીવન માં પોતાના ક્ષેત્ર માં સફળ થવા માટે જાણો છ પદ્ધતિઓ  સવારે આપણે પડકારો , કેટલાક નવા વિચારોની સાથે ઊઠીએ છીએ . આ જીવનનો ભાગ છે . કેટલાક લોકો પરિવર્તનથી ભાગે છે તો , કેટલાક લોકો પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરવાથી છટકે છે તો , કેટલાક લોકો નિર્ણય લેવાથી જ ડરે છે . આવો , કેટલીક એવી પદ્ધતિઓ વિશે જાણીએ , જેનાથી તમને કોઇ નિર્ણય લેવામાં કોઇ પરેશાની થશે નહીં ... ઘણી વાર આપણે ખતરો જોઇને ડરી જઇએ છીએ . એના કારણે ખોટા નિર્ણય લઇએ છીએ અથવા જવાબદારીઓથી ભાગીએ છીએ . જો કે , આપણે ખતરાઓની આગળ જોવાનો પ્રયાસ કરવો જોઇએ કારણ કે , ઘણી વાર વાત એટલી ગંભીર હોતી નથી જેટલી આપણે વિચારીએ છીએ .  આપણે ત્રણ પ્રકારના ઝોનમાં રહીએ છીએ . કમ્ફર્ટ ઝોન , લર્નિંગ ઝોન અને પેનિક ઝોન . સતત પ્રેક્ટિસ કરવી અને નવું શીખવાથી પેનિક ઝોનમાંથી બહાર નીકળવાનું સરળ થઇ જાય છે . તેનાથી કમ્ફર્ટઝોનનો દાયરો વધે છે .  જ્યારે પણ તમે હિંમત હારી જાવ અને કામ છોડવાનું વિચારો તો , એક નાનું પગલું જરૂર ભરો .   તેનાથી તમને તમારી કાબેલિયત વિશે ખબર પડશે .  કોઇ કામને મોકૂફ ન રાખો અથવા તેની અવગણના ન કરો . એમ કરવાનુ...

बेलूर का प्राचीन चेन्नाकेशव मंदिर  

 बेलूर का प्राचीन चेन्नाकेशव मंदिर    कर्नाटक के हासन जिले के बेलूर में स्थित चेन्नाकेश्रवा मंदिर यूनेस्को की विश्व धरोहर स्थल है। चेन्नाकेशवा का अर्थ है 'सुंदर केशव'। 1112 में राजा विश्ववर्धन द्वारा निर्मित। दक्षिण के इस होइशबा शैली के स्थापत्य मंदिर में मुख्य विष्णु की पूजा की जाती है। 1007 मीटर लंबा और जितना चौड़ा यह मंदिर मूर्तिकला और स्थापत्य का खजाना है। इसका मुख्य हॉल आकर्षण का केंद्र है। चारों ओर हिंदू देवी-देवताओं की विशाल मूर्तियां हैं। मंडप के पीछे 108 मीटर का गर्भगृह है। पूरी दीवार स्तंभों की एक जोड़ी से बनी है। मंदिर में लगभग 50 विशाल मूर्तियां हैं।   इसमें भगवान कृष्ण के अलावा विष्णु के विभिन्न अवतार शामिल हैं। केशव की मुख्य प्रतिमा 12 फीट ऊंची है। मंदिर की बाहरी दीवार के नीचे लगभग 200 हाथी की मूर्तियां और सबसे ऊपर शेर की मूर्तियां हैं। चेन्नाकेशवा मंदिर बेलूर में प्रसिद्ध गोमतेश्वर के पास स्थित है। टिक आने वाले पर्यटक इस मंदिर के दर्शन करने आते हैं।

आप अपनी जैसी छवि बनाकर रहेंगे दुनिया आप के साथ वैसा ही व्यवहार करेंगी

 आप अपनी जैसी छवि बनाकर रहेंगे दुनिया आप के साथ वैसा ही व्यवहार करेंगी हम बहुत कमजोर महसूस करते हैं।  हालाँकि परिस्थितियाँ अनुकूल हैं, लेकिन इसका कोई एक कारण नहीं है।  इन बातों को ध्यान में रखकर आप खुद को मजबूत कर सकते हैं...दूसरों के दिमाग और दिमाग पर नियंत्रण करने की कोशिश करें।  इससे वे उस दिशा में आगे बढ़ना शुरू कर देंगे, जिस दिशा में आप उन्हें जाना चाहते हैं।   बदलाव लाने के फायदे हैं लेकिन एक बार में ज्यादा बदलाव करने से नुकसान ही होगा।  दूसरों की तरह कार्य करना सुनिश्चित करें लेकिन जैसा आप चाहते हैं वैसा ही सोचें।  मुफ्त में मिलने वाली वस्तु हानिकारक हो सकती है।  कभी भी किसी से कुछ भी मुफ्त में न लें।  दूसरों की कमजोरियों को जानें और उनसे खुद को लाभान्वित करें।  आप जिस तरह से खुद को पेश करते हैं, दूसरे लोग भी आपके साथ वैसा ही व्यवहार करेंगे।  जल्दबाजी में आप अपने आप पर नियंत्रण खोना शुरू कर देंगे।  समय की सराहना करें।   लोगों को एक विकल्प दें लेकिन हर विकल्प आपके पक्ष में होना चाहिए।  इस...

હરીફાઈ નો જમાનો છે તમારા હરીફો ને હફાવાં નવી નવી રણનીતિ બનાવો

 હરીફાઈ નો જમાનો છે તમારા હરીફો ને હફાવાં નવી નવી રણનીતિ બનાવો  ત મે જ્યારે પણ કંઈક નવું કરવા માગો છો ત્યારે શું તમે ઈલોન મસ્ક કે બિલ ગેટ્સ અંગે વિચારો છો ? કે પછી સિલિકોન વેલી , ઇન્ફોસિસ , સ્ટીવ જોબ્સ ? બીજું કંઈ નહીં તો કોઈ ટેક્નોસેવી મિત્ર અંગે જ વિચારો છો ? મોટાભાગના લોકો કંઈક આવું જ વિચારતા હોય છે .  એ વાત પણ સાચી છે કે મોરબી માં તળાવના કિનારે એક ખુરશીની દુકાન લગાવનાર નાઈ અને સુરત માં પાણીપૂરી વેચનારાની પાસ પણ અસંખ્ય આઈડિયા હોય છે . એવા આઈડિયા જે ગ્રાહકોની અપેક્ષાની નજીક હોય છે . ઉદાહરણ જુઓ .  ગુજરાત ના મોરબીમાં તળાવના કિનારે એક નાઈની દુકાન છે . માત્ર એક ખુરશીની દુકાન , નામ છે ‘ એક સલૂન ' . આ દુકાન ચલાવનાર ક્યારેય ખાલી બેસતો નથી . જુના બસ સ્ટેશન નજીક મયૂર બ્યૂટી સલૂન ચલાવનાર નાઈ શહેરના મોટાં મોટાં પાર્લરોમાં જતો રહે છે ,  જેથી નવી ટેક્નિકથી અપડેટ થતો રહે . આવી જ રીતે સુરત મા . પાણી પુરી વાળા ની મોળે સુધી લારી ખુલ્લી રહે છે ત્યાં સુધી અહીં ભીડ ઓછી થતી નથી . તેની પાણીપૂરી ખૂબ જ પ્રખ્યાત છે . એક પ્લેટમાં સાત પૂરી અને દરેકમાં એક સરખો જ મસાલો , ...

જીવન માં હમેંશા ખુશ રહેવુ છે. વાંચો તમે ક્યારેય નહિ થાઓ ઉદાસ

  જીવનમાં ખુશ રહેવા માટે એવા લોકોની જિંદગી અંગે વાંચો જેમણે પોતાનું  જીવન ખુશીથી પસાર કર્યું હતું અથવા ખુશી સાથે વિતાવી રહ્યા છે . રેડિયમની શોધ કરનારા મેડમ મેરી ક્યૂરીનો જીવનમાંથી ઘણી વાતો શીખવા મળે છે . તેમની શોધે કેન્સ ૨ ના ઈલાજને શક્ય બનાવ્યો છે . તેમણે તેમના પતિ સાથે ઘણાં વર્ષો સુધી મહેનત કરીને રેડિયમના સંશોધન પર કામ કર્યું હતું અને અંતે સફળતા મળી હતી .  તેમણે રેડિયમ શોધ્યા બાદ તેની પેટન્ટ ન લેવાનો નિર્ણય કર્યો હતો જેથી મહત્તમ લોકો રેડિમયનો લાભ બીમારીના ઈલાજ માટે લઈ શકે . તેમના નિર્ણયની અન્ય લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી . મેડમ ક્યૂરી જેવા ખુશમિજાજી લોકો ખુશીઓ વધારવાનો પ્રયાસ કરે છે . આ લોકો રેડિયમ જેવા હોય છે જે પોતાની શક્તિ અને પ્રકાશથી અન્યોના જીવન સુંદર બનાવે છે . બીજી તરફ બિલ ગેટ્સ છે . તેમણે પણ ખુશીઓથી જીવન વિતાવ્યું છે . તેમણે દરેક ચીજ પેટન્ટ કરાવી લીધી અને અબજોની સંપત્તિ બનાવી.મેડમ ક્યૂરીના જીવન પરથી પ્રેરણા લઈને હવે બિલ ગેટ્સ તેમની કમાણીનો મોટો હિસ્સો જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી રહ્યા છે . આમ કરવાથી તેઓ પોતાના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કરે છે . ...

આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ કૃત્રિમ બુદ્ધિ માનવજાત માટે - આશીર્વાદ કે અભિશાપ

 આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ કૃત્રિમ બુદ્ધિ માનવજાત માટે - આશીર્વાદ કે અભિશાપ બુદ્ધિ , મન અને આત્મા એ વિષય પર શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વિસ્તૃત ચર્ચા થઈ છે . બુદ્ધિના કારણે જ માનવી અન્ય પ્રાણીઓથી જુદો પડે છે . બુદ્ધિ એ ઈશ્વરની માનવજાતને શ્રેષ્ઠ ભેટ છે પરંતુ માનવીએ તેનો વિકાસ અને વિનાશ એમ બેય બાબતો માટે ઉપયોગ કર્યો છે . પરંતુ માનવીએ હવે એક કદમ આગળ જઈને માનવ બુદ્ધિની સ્પર્ધા કરે તેવી કૃત્રિમ બુદ્ધિનો આવિષ્કાર કર્યો છે જેને અંગ્રેજીમાં ‘ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ' કહે છે . ‘ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ' વિષય પર સુપરહિટ ફિલ્મો પણ બની છે . આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ પણ વિજ્ઞાનની બીજા શોધોની જેમ માનવજાત માટે આશીર્વાદ અને વિનાશનું કારણ પણ બની શકે છે . ઘણાં વર્ષો પહેલાં એક કાલ્પનિક કથા આધારિત ફિલ્મમાં એક વિજ્ઞાનીએ ‘ ફૅકેન્સ્ટાઈન ’ નામના કૃત્રિમ માનવીનું સર્જન કર્યું હતું , જેનું કામ હતું બીજા લોકોની હત્યા કરવી . એ ફેંકેન્સ્ટાઈન સહુથી પહેલાં તેના સર્જક વિજ્ઞાનીની જ હત્યા કરી નાંખે છે . ૨૦૧૨ માં ગૂગલે ડ્રાઈવર વગરની મોટરકાર રજૂ કરી હતી . જ્યારે આ પ્રકારની કારનો લોકો ઉપયોગ કરતા થશે ત્યારે જ ત...

કમ્પ્યુટરના માઉસનો શોધક ડગ્લાસ એન્જલબર્ટ 

 કમ્પ્યુટરના માઉસનો શોધક ડગ્લાસ એન્જલબર્ટ  કમ્પ્યુટરની શોધ પછી તેના માઉસની શોધ પણ મહત્ત્વની છે . ક્લિક કરવા માટે વપરાતું આ સાધન નાના મોટા અનેક આકારમાં મળે છે . માઉસ જાણીતું છે . તેની રચના અને કામ પણ જાણીતાં પરંતુ માઉસની પ્રથમ શોધ થઇ ત્યારે તે આજના જેવું નહોતું . ઈ.સ. ૧૯૬૭ માં એન્જલબર્ટ નામના વિજ્ઞાનીએ લાકડાના પૈડાંવાળુ માઉસ બનાવેલું . તેણે તેને ‘ એક્સ વાય પોઝિશનઈન્ડિકેટર ' એવું લાંબુ નામ આપ્યું . પાછળથી તે ‘ માઉસ’ના નામે ઓળખાય છે . ડગ્લાસ એન્જલબર્ટનો જન્મ અમેરિકાના ઓરેગાંવ રાજ્યમાં ઈ.સ. ૧૯૨૫ ના જાન્યુઆરીની ૩૦ તારીખે થયો હતો . પોર્ટલેન્ડની શાળામાં ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરી તે કમ્પ્યુટર ક્ષેત્રમાં જોડાયો હતો . તેણે અમેરિકન સેનામાં રડાર ટેકનિશિયન તરીકે બે વર્ષ સેવા આપ્યા પછી ઓરેગાંવમાં ઈલેક્ટ્રિક એન્જિનિયરીંગનો અભ્યાસ શરૂ કર્યો . ૧૯૫૫ માં બર્કલે યુનિવર્સિટીમાંથી પીએચડીની ડીગ્રી મેળવી ત્યાં જ પ્રોફેસર તરીકે થોડા જોડાયા . સમય બાદ તેઓ અમેરિકાના સ્ટાન્ડર્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં સંશોધન કાર્યમાં જોડાયા . આ તેણે દરમિયાન માઉસની શોધ કરી . એન્જલબર્ટે કમ્પ્યુટર ક્ષેત્રે ઘણી ક્રાંતિકાર...

Problems in Windows 11, many features still do not work | विंडोज 11 में आई दिक्कत, अब भी कई फीचर काम नहीं कर रहे

 विंडोज 11 में आई दिक्कत, अब भी कई फीचर काम नहीं कर रहे  माइक्रोसॉफ्ट को अपने विंडोज ऑपरेटिंग सिस्टम के 11वें संस्करण को लॉन्च किए कई दिन हो चुके हैं, लेकिन यह उपयोगकर्ताओं की समस्याओं को कम करने में सक्षम नहीं है। समय-समय पर इसे कुछ कमियों का सामना करना पड़ा है। इस हफ्ते की शुरुआत में कंपनी से एक्सपायरी सर्टिफिकेट मिलने के बाद विंडोज 11 की कई सुविधाएं फिलहाल उपलब्ध हैं। लोड करने में समस्या आ रही है। एक रिपोर्ट के मुताबिक, कुछ यूजर्स ने सर्टिफिकेट खत्म होने के बाद स्निपिंग टूल, टच कीबोर्ड और इमोजी पैनल जैसे एप को नहीं खोला। हालांकि कंपनी ने इस समस्या के बारे में पहले ही बता दिया था, लेकिन ज्यादातर यूजर्स इससे  अनजान थे। माइक्रोसॉफ्ट के लिए आउट-ऑफ-बैंड की घोषणा करना असामान्य है, जो उनके विंडोज ऑपरेटिंग सिस्टम के लिए सुरक्षा से संबंधित नहीं है और विंडोज 11 के लिए पहली आपातकालीन शैली में सुधार है। माइक्रोसॉफ्ट का नया मोबाइल विंडोज 11 पंच कंपनी द्वारा ऑपरेटिंग सिस्टम में एएमडी सीपीयू प्रदर्शन के लिए एक फिक्स की घोषणा के दो सप्ताह बाद आता है। कंपनी के अनुसार, क...

ગામ ના સરપંચ દેશ ના નેતા ધર ના મુખ્યા કેવા હોવો જોઈએ

 ગામ ના સરપંચ દેશ ના નેતા ધર ના મુખ્યા કેવા હોવો જોઈએ આમ તો આ એક પ્રાચીન કથા છે પણ આજેય એનું મૂલ્ય ઘટ્યું ન હોવાથી જાણવા જેવી છે . એક રાજા હતો . એને ત્રણ દીકરા . પોતાના અંતિમ દિવસોમાં એને ચિંતા થવા લાગી કે આ ત્રણમાંથી સત્તા કોને સોંપવી ? કેમ કે રાજ્ય ચલાવવું એ કોઈ નાની સૂની વાત નથી . પ્રજાના હિતમાં નિર્ણય લઈને જીવવું હોય તો રાજ્યકર્તા પાસે પણ કેટલાક ઉત્તમ ગુણો હોવા જોઈએ . એણે એક સંતની સલાહ લીધી . પ્રાચીન સમયમાં મહત્ત્વના નિર્ણયો લેતી વખતે રાગદ્વેષથી મુક્ત હોય એવા સંત પુરુષોની સલાહ ખાસ લેવાતી . રાજાએ સંતની સલાહ પ્રમાણે ત્રણે દીકરાને બોલાવી ( એ વખતના મૂલ્યને ધ્યાનમાં રાખી ) સો સો રૂપિયા આપ્યા અને કહ્યું કે આ સો રૂપિયામાંથી તમારે એવી વસ્તુ ખરીદવાની છે જેનાથી મહેલનો ખૂણેખૂણો ભરાઈ જાય . ત્રણે પાસે એકસરખા મહેલ હતા . રાજાએ એક મહિનાની મુદત આપી અને કહ્યું કે બરાબર એક મહિના બાહું તમારા મહેલને જોવા આવીશ અને જે આ પરીક્ષામાં સફળ થશે . તેને જ રાજગાદી સોંપવામાં આવ . ત્રણે રાજકુમાર વિચારમાં પડી ગયા . સો રૂપિયામાં તો એવું શું આવી શકે જેનાથી આખો મહેલ ભરાઈ જાય ? ( આજે તો સો રૂપિયામાં શા...

Why is meditation necessary ધ્યાન શા માટે જરૂરી છે ?

 Why is meditation necessary ધ્યાન શા માટે જરૂરી છે ?  બુદ્વિનો વિકાસ કરવા શરીર અને શરીરના અવયવોને આરામ આપવા ધ્યાન જરૂરી છે . ધ્યાન દ્વારા જ આપણને ચિંતાઓમાંથી મુક્તિ મળે છે અને મન શાંત રહે છે . આપણી પ્રાણશક્તિનો વ્યયઃ ( 1) શારીરિક કર્મ ( 2 ) લાગણીતંત્ર અને ( 3 ) વિચારોમાં થાય છે . ધ્યાન વખતે આપણા શારીરિક , માનસિક કે લાગણીતંત્રનો ઉપયોગ થતો ન હોવાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં અને તંદુરસ્તીમાં વધારો થાય છે . કોઈપણ ક્રીયા કરતી વખતે આપણા હૃદયના મસલ્સને એક મિનિટમાં ૧૦૦૦ સી.સી. લોહીના પુરવઠાની જરૂર પડે છે .  જ્યારે ધ્યાન વખતે ફક્ત ૩૦૦ સી.સી. લોહીની હૃદયને જરૂર પડે છે . આ ઉપરાંત આપણા પાચનતંત્રના અવયવો , ઉત્સર્ગતંત્રના અવયવો જેવા કે નાનું મોટું આંતરડું , ફેફસાં , કીડની વગેરે તેની સહજ અને સરલ અવસ્થામાં આવીને કામ કરે છે . આપણું મન એક જોકી છે અને શરીર ઘોડા જેવું છે . જેમ જોડીના  જેમ જોકીના એક ઈશારાથી ઘોડો દોડવા માંડે છે , તેમ મન કાર્યશીલ થતાં શરીરનાં તમામ અંગોને તેની સામાન્ય શક્તિ કરતાં ત્રણથી ચાર ઘણું કાર્ય કરવું પડે છે . માટે ફક્ત ધ્યાન વખતે શરીર અને મનને તેની મ...

landslides પહાડી વિસ્તારોમાં થતાં ભૂસ્ખલનનું વિજ્ઞાન

 પહાડી વિસ્તારોમાં થતાં ભૂસ્ખલનનું વિજ્ઞાન ભારે  વરસાદને કારણે વિસ્તારમાં ભેખડો ઘસી પડે છે અને પહાડ પરથી માટી અને કાદવ સહિત મોટા મોટા રોડા અને પથ્થરો રસ્તા કે જમીન પર છવાઇ જાય છે . આ ઘટનાને ભૂસ્ખલન કે લેન્ડસ્લાઇડ કહે છે . ભુસ્ખલન એક વિલક્ષણ ભૌગોલિક ઘટના છે . પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ દરેક વસ્તુને પોતાના કેન્દ્ર તરફ ખેંચે છે .    જમીનને સમાંતર રહેલી વસ્તુઓ પર આ બળ તટસ્થ થાય છે . પર્વતોના ઢોળાવ પર કાંકરા , માટી , નાનામોટા પથ્થરો વિગેરે માટી સાથે જોડાઇને ટકી રહ્યા હોય છે . ભારે વરસાદથી તેમાં રહેલી માટી ભીની થઇ પીગળે ત્યારે ખડકોને ઊંચાઇ પર ટકાવી રાખતું બળ ઘટી જાય છે . ત્યારે કદડો જમીન તરફ ગબડે છે . આ બે પ્રકારે ઘટના થાય છે . પાણીથી ધોવાઇને કે ભારે પવનને કારણે . આ ઘટના પળવારમાં જ થાય છે અને એટલી મોટી માત્રામાં થાય છે કે જમીન પર સેંકડો કિલોમીટરમાં કાદવ કિચડ બબ્બે ફૂટના થર પથરાઇ જાય છે . એકાએક થયેલા ભૂસ્ખલનથી પહાડી વિસ્તારના મકાનો દટાઇ ગયાના દાખલા પણ છે . ભેખડોના કાદવમાં ૨૦ ટકા પાણી હોય છે અને તે ૧૬૦ કિલોમીટરની ઝડપે જમીન તરફ 1 ધસે છે . ગણતરીની મિનિટોમાં તે । વિસ્ત...

Twitter Video Downloader - Download Twitter Videos Online

Twitter video download