રિવાજ માં કઈ રીતે ગાડરિયો પ્રવાહ થાય છે તેનું ઉત્તમ દ્રષ્ટાંત. મનુભાઈ મુંબઈથી અમદાવાદ એમના વેવાઈને ત્યાં આવેલા. બપોરનું જમવાનું વેવાઈના ઘરે હતું. આસન પાટલા ગોઠવાઈ ગયા. મનુભાઈ અને વેવાઈ જમવા આસન પર બેઠા.વીણાબેન વેવાણે થાળી પીરસવાની ચાલુ કરી.પાટલા ઉપર થાળી,વાટકી ૨, ચમચી ૨,ગ્લાસ વિગેરે મુકાઈ ગયું. લાપસી, દૂધપાક, પૂરી, પરવળ નું શાક, દાળ, ભાત, પાપડ, અથાણાં પીરસ્યા. સાથે થાળીમાં લીમડાના ૧૦ દાતણની ઝૂડી પણ મૂકી. મનુભાઈ આ ૧૦ દાતણની ઝૂડી જોઈ અચરજ પામ્યા. પરંતુ કશું બોલ્યા નહીં. મનુભાઈ દાતણની ઝૂડી બાજુ પર મૂકી જમવાનું ચાલું કર્યું.જમીને હાથ ધોઈ સોફામાં બેઠા. મુખવાસ ખાધો.સમાજની વાતો કરી. પછી શાંતિ થી વેવાઈ ને પૂછ્યું, વેવાઈ આ જમવાની થાળીમાં લીમડાના ૧૦ દાતણની ઝૂડી મૂકવાનું શું કારણ? વેવાઈએ વિસ્તારથી જવાબ આપ્યો કે "મનુલાલ હું એકવાર અમારા સાઢુભાઈ સુમતિલાલને ત્યાં ગયો હતો, હું એમના ત્યાં જમવા બેઠો તો મારી થાળીમાં બાવળના ૯ દાતણ મૂક્યાં.એટલે મેં અહીં એક દાતણ વધારે એટલે ૧૦ દાતણની ઝૂડી મૂકી". મનુભાઈને આમાં રસ પડ્યો તો તમે વેવાઈ તમારા સાઢુભાઈને પૂછ્ય...
Science & spiritual Blog